અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કેપિટલ ઈમારત પર 6 જાન્યુઆરીએ હુમલા બાદ ટ્વિટર, ફેસબુક અને અન્ય સોશ્યલ મીડિયાસાઈટ પર બૅન કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે.
સોશ્યલ મીડિયાપર ટ્રમ્પને બૅન કરવાની શરૂઆત ગૂગલ અને એપલે પોતાના સ્ટોરથી કરી હતી.
ટ્રમ્પને ચેનલની સેવા શરતોના ઉલ્લંઘનના આરોપમાં સસ્પેન્ડ પણ કર્યા હતા. સ્નેપ ચેટે કહ્યું કે અમે લોકોના હિતને ધ્યાનમાં રાખીને ડોનાલ્ડ ટ્રમ્પને અમારા પ્લેટફોર્મ પર હંમેશા માટે બૅન કર્યા છે. તેમના એકાઉન્ટથી સતત ખોટી સૂચનાઓ અને ભડકાવનારી પોસ્ટ આવતી રહે છે.
યૂટ્યૂબે કહ્યું કે ટ્રમ્પે એક વીડિયો અપલોડ કર્યો હતો જે અમારી નીતિનું ઉલ્લંઘન કરી રહ્યો હતો. આ પછી તેમના ચેનલ પર ઓટોમેટિક સ્ટ્રાઈક આવી. પહેલા સ્ટ્રાઈક સાત દિવસ માટે હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.