સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર પણ આ આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે, 21 વર્ષીય અર્જુનને નીલામીમાં મુંબઈ દ્વારા સૌથી છેલ્લે 20 લાખમાં ખરીદવામાં આવ્યો હતો
સોશિયલ મીડિયામાં અર્જુનને 20 લાખની બેઝ પ્રાઈઝમાં મુંબઈ દ્વારા ખરીદવામાં આવ્યા બાદ અર્જુનની ઘણી ટીકા કરવામાં આવી રહી છે.
જો કે આ ટ્રોલર્સને અર્જુનની બહેન સારા તેંડુલકર દ્વારા ખૂબ જ સચોટ જવાબ આપવામાં આવ્યો છે જેમાં તેણે કહ્યું છે કે કોઈ પણ તારાથી આ સફળતા નહીં છીનવી શકે, આ બિલકુલ તારી જ છે, મને તારા પર ગર્વ છે.
આ પહેલા તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હરિયાણાની સામે રમ્યા હતા, આ મુદ્દે અર્જુન તેંડુલકર દ્વારા એક વિડીયો સંદેશ મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તેણે મુંબઈ ઇન્ડિયન્સના તમામ સ્ટાફનો આભાર માન્યો હતો.
મહત્વનું છે કે આ સચિન તેંડુલકર પણ પહેલા મુંબઈ માટે જ આઇપીએલમાં રમતા હતા અને પછી તે અમુક સીઝન સુધી સપોર્ટ સ્ટાફમાં પણ જોડાયા હતા, અને અંબાણી પરિવાર સાથે સચિન તેંડુલકર પરિવારના ઘણા નજીકના સંબંધો રહયા છે, જેને લઈને પણ ટ્રોલર્સ આવી કોમેન્ટ કરી રહયા હોવાનું સંભવ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.