સોસાયટીમાં ટોળું વળી બેસીને ગપ્પા મારતા અને ક્રિકેટ રમનારાઓની હવે ખેર નથી, પોલીસે ઉઠાવ્યું આ પગલું

કોરોના વાયરસના સંક્રમણની અટકાવવા પોલીસે કામ વગર જાહેરમાં ફરતા લોકોને ફટકારવાનું શરૂ કર્યું છે તેમ છતાં હજી ઘણી સોસાયટીઓમાં સવાર અને સાંજ લોકોના ટોળા એકઠા થતા હોય છે અને કેટલાક ઠેકાણે ક્રિકેટ પણ રમાતા હોય છે જેને પગલે કોરોના વાયરસની ગંભીરતા હજી પણ લોકોને નથી.

જેને પગલે પોલીસે હવે પેટ્રોલિંગ દરમિયાન વિવિધ સોસાયટીઓમાં જઈને પણ ચેકિંગ હાથ ધર્યું છે. પોલીસ લાઉડ સ્પીકર મારફતે પણ લોકોને સોસાયટીમાં એક ન થવા માટે સલાહ સૂચનો આપી રહી છે.

પોલીસે જાહેરનામાનો ભંગ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી આપી હોવા છતાં લોકો ઘરની બહાર અને સોસાયટીમાં એક થાય છે જેને પગલે પોલીસે હવે સોસાયટીઓમાં ચેકિંગ હાથ ધરીને પેટ્રોલીંગ વધારી દીધું છે જેમાં અનેક લોકોની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ પણ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.