વડોદરાના હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદ મામલે હાઇકોર્ટ સમક્ષ આજે ત્રણ સાધુ હાજર થશે.અને સોખડા મંદિર ટ્રસ્ટના પ્રેસિડન્ટ અને ગુરુ સ્વામી શ્રીહરિપ્રસાદજીનું નિધન થતાં મંદિરના વહીવટી મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. એ બાદ હાલ સ્વામી પ્રેમસ્વરૂપ દાસજી, સેક્રેટરી જે.એન. દવે, ત્યાગવલ્લભદાસજી દ્વારા ગેરકાયદે રીતે બળજબરીપૂર્વક 400 જેટલા સાધુઓ અને 130થી જેટલી સાધ્વીઓને બંધક બનાવતાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવામાં આવી હતી.
સ્વર્ગસ્થ સ્વામી હરિપ્રસાદજીના પર્સનલ સેક્રેટરી દ્વારા આ હેબિયસ કોર્પસ અરજી કરવામાં આવી હતી. જેમાં રજૂઆત કરાઈ હતી કે ‘ગેરકાયદેસર રીતે અને બળજબરીપૂર્વક સાધુ- સાધ્વીઓને ગોંધી રાખવામાં આવી છે.અને તેમને બહાર નીકળવાની પરવાનગી નથી આપવામાં આવી રહી’. જે મામલે હાઇકોર્ટે સ્વામી પ્રેમસ્વરૂપ દાસજી, સેક્રેટરી જે.એન. દવે, ત્યાગવલ્લભદાસજીને નોટિસ પાઠવી વડોદરા જિલ્લા કોર્ટમાંથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટ સમક્ષ હાજર રહેવા માટે હુકમ કર્યો હતો. જે સંદર્ભે આજે બપોરે આ ત્રણ સાધુઓ કોર્ટ સમક્ષ હાજર થશે.
ગઈકાલે સુનાવણી દરમિયાન કોર્ટે આ મામલે મહત્વપૂર્ણ હુકમ કર્યો હતો કે, વડોદરા રૂરલના પોલીસ વડા બંધક બનાવેલ તમામ હરિભક્તોને મુક્ત કરાવે.અને જે માટે માટેની બસ ટ્રાન્સપોર્ટ સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.