સોખડા હરિધામ મંદિરનો વિવાદ ખૂબ જ વધી રહ્યા છે. પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી આ બંને સંતોના ગ્રૂપ વચ્ચે ખૂબ જ તકરાર થઇ રહી છે. ત્યારે સુરતમાં પ્રબોધ સ્વામી ગ્રુપના એક હરિભક્ત પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. પ્રબોધ સ્વામી ગ્રુપના હરિભક્ત પર ચપ્પુ વડે હુમલો થયો હતો. હુમલાખોરોએ હરિભક્તોને એવી ધમકી પણ આપી હતી કે, આજે તો તું બચી ગયો પણ બીજી વાર તને છોડવામાં આવશે નહીં. હરિભક્ત પર ચપ્પુ વડે હુમલો કરીને બે ઈસમો ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.અને આ ઘટનાને લઇને ભોગ બનનાર વ્યક્તિ દ્વારા સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
મળતા રિપોર્ટ અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં પ્રભુનગર સોસાયટી આવેલી છે. પ્રભુનગર સોસાયટીમાં સુરેશ વાઢેર તેના પરિવારની સાથે રહે છે.અને સુરેશ વાઢેર પ્રબોધ સ્વામી જૂથના હરિભક્ત છે અને તે જ્યારે પોતાની બાઇક લઇને 14 એપ્રિલે બપોરે બે વાગ્યે ઘરેથી નીકળ્યા. ત્યારે અજાણ્યા ઇસમે સુરેશને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તને દવે સાહેબે બોલાવ્યો હતો તો તું શા માટે આવ્યો નહીં. તે સમયે સુરેશ વાઢેરની સાથે પ્રવીણ વાઘેલા પણ હતા. સુરેશ વાઢરને ફોન કરનાર ઈસમેં કહ્યું હતું કે, તમે શા માટે ગાળો આપો છો. ત્યારબાદ ફોન કરનારા ઇસમે ફોન કાપી નાખ્યો હતો.
આ ઘટના બાદ જ્યારે સુરેશ વાઢેર સુરતના ઉધના દરવાજા પર પહોંચ્યા ત્યારે ફરીથી અજાણ્યા ઈસમનો ફોન આવ્યો હતો અને ત્યારે સામેના વ્યક્તિએ કહ્યું હતું કે, હું તારી પાછળ છું અને ત્યારબાદ સુરેશ વાઢેરે ફોન કાપી નાખ્યો હતો અને ફરી તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને તેમને ફોન ઉપાડ્યો નહોતો. સુરેશ વાઢેર ઉધના રોડ નંબર 3 પર બપોરે ત્રણ વાગ્યે શનિ મંદિર નજીક પહોંચ્યો હતો. અને ત્યારે બાઈક પર આવેલા 2 ઇસમોએ તેમના પર હુમલો કર્યો હતો.
આ બેમાંથી એક વ્યક્તિએ સુરેશ વાઢેર પર ચપ્પુ વડે હુમલો કરતાં તેમને હાથના કાંડાના ભાગે ઇજા થઇ હતી અને ત્યારબાદ આ ઈસમો ભાગી ગયા હતા. આ ઘટનાને લઇ સુરેશ વાઢેરના હાથમાંથી લોહી નીકળતા આસપાસના રાહદારીઓ તેમની મદદે આવી પહોંચ્યા હતા. તલ બીજી તરફ લોકો એકઠા થઇ જતા હુમલાખોરો બંને ભાગી ગયા હતા. બાઈક પર ભાગતા સમયે હુમલાખોરોએ સુરેશને ધમકી આપી હતી કે, આજે તો બચી ગયો છે પણ બીજી વખત બચીશ નહીં. અમે તને મારી નાખશુ ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ સુરેશ વાઢેરે 100 નંબર પર ફોન કરીને આ બાબતે જાણ કરી હતી અને ત્યારબાદ સુરેશ વાઢેરે ઉધના પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી અને સુરેશ વાઢેર જ્યારે ઉધના પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો અને કહ્યું કે તારી પત્ની અને બાળકોને પણ મારી નાખશુ.
આ ઘટનાને ને લઇ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એમ. ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ મામલે ફરિયાદ કરનાર વ્યક્તિનું નિવેદન લેવાનું બાકી છે અને દવે કોણ છે તેની તપાસ પણ બાકી છે.પણ સોખડા હરિધામ મંદિરના કોઈ પણ વ્યક્તિની સંડોવણી બહાર આવશે તો તેની સામે પણ આ મામલે તપાસ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.