સૌર તોફાન 3 થી 4 દિવસમાં પૃથ્વી સાથે અથડાશે તેવી સંભાવના…

Solar Storm Latest News : સૌર તોફાન 3 થી 4 દિવસમાં પૃથ્વી સાથે અથડાશે તેવી સંભાવના, આ સૌર તોફાનો રેડિયો બ્લેકઆઉટ, સેટેલાઇટ, સેલ્યુલર ફોન અને જીપીએસ નેટવર્કને જામ કરી શકે છે.

Solar Storm : NASA સહિત ઘણી અવકાશ એજન્સીઓએ સૌર તોફાનના જોખમને લઈને ભયંકર ચેતવણીઓ આપી છે. આ સૌર વાવાઝોડાને કારણે સેટેલાઇટ, પાવર ગ્રીડ અને સ્પેસ સ્ટેશન જોખમમાં આવી શકે છે. વાસ્તવમાં NASAના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, સૂર્યમાંથી ખતરનાક સૌર તોફાન ઊભું થયું છે. આ સૌર વાવાઝોડાના પ્રવાહની દિશા પૃથ્વી તરફ છે. આ વાવાઝોડામાં હાજર ચાર્જ થયેલા કણો GPS અથવા રેડિયો સિગ્નલને અવરોધિત કરવા અને કોઈપણ ઇલેક્ટ્રિક ઉપકરણને બંધ કરવા માટે એટલા મજબૂત છે.

Space.com વેબસાઈટ પર પ્રકાશિત એક અહેવાલ અનુસાર ત્રણ અલગ-અલગ કોરોનલ માસ ઇજેક્શન્સ (CMEs) પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે, જેનો અર્થ છે કે આ અઠવાડિયે અમેરિકા અને યુરોપમાં ઘણી તબાહી જોવા મળી શકે છે. CME એ ચુંબકીય ક્ષેત્રો અને પ્લાઝ્માના વિશાળ વિસ્ફોટો છે જે સૌર જ્વાળાઓથી પરિણમે છે, જે પૃથ્વી પર આપણા માટે શક્તિશાળી ભૂ-ચુંબકીય તોફાનોનું કારણ બની શકે છે. Spaceweather.com અનુસાર 8 ઓગસ્ટના રોજ સૂર્યની સપાટી પરથી ફાટી નીકળેલી ત્રીજી અને અંતિમ કોરોનલ માસ ઇજેક્શન (CME) 1,000 km/s (2.2 મિલિયન માઇલ પ્રતિ કલાક)થી વધુની ઝડપે આગળ વધી રહી છે.

તો શું આખી દુનિયા પર રેડિયેશનની અસર ?

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ર તોફાનમાંથી નીકળતા રેડિયેશનની અસર આખી દુનિયા પર પડી શકે છે. એટલું જ નહીં તેની અસર પૃથ્વીની આસપાસના પર્યાવરણ પર પણ પડે છે. ઈતિહાસમાં પહેલા પણ ઘણા સૌર વાવાઝોડા નોંધાયા છે. વર્ષ 1989માં કેનેડાના ક્વિબેક શહેરમાં સૌર વાવાઝોડું નોંધાયું હતું. જેના કારણે સમગ્ર શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. વર્ષ 1859માં અમેરિકામાં ખૂબ જ શક્તિશાળી સૌર તોફાન જોવા મળ્યું હતું.

સૌર વાવાઝોડાને સૌથી વધુ અસર થશે જેને જીઓમેગ્નેટિક સ્ટોર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સૌથી વધુ અસર રેડિયો સિગ્નલો, ઇલેક્ટ્રિક ગ્રીડ અને કોમ્યુનિકેશન સિગ્નલો પર જોવા મળે છે. તેઓ અવકાશમાં પૃથ્વીની પરિભ્રમણ કરતા ઉપગ્રહો પર વધુ અસર કરે છે જે ડેટા સંગ્રહમાં સમસ્યા ઊભી કરે છે. ઉદાહરણ તરીકે જ્યારે સૌર તોફાન હવામાનની આગાહી કરતા ઉપગ્રહોને અસર કરે છે ત્યારે સિગ્નલમાં સમસ્યાઓ ઊભી થાય છે. જેના કારણે હવામાનની આગાહી કરવી મુશ્કેલ બને છે.

પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે સોલાર સ્ટોર્મ

સ્પેસ એજન્સીએ જણાવ્યું કે, સૂર્યમાંથી નીકળતી સામગ્રી અને ઊર્જાના કારણે જીઓમેગ્નેટિક તોફાનો પૃથ્વી પર આવી રહ્યા છે, જેના કારણે ઉપગ્રહો, પાવર ગ્રીડ અને સ્પેસ સ્ટેશન જોખમમાં છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર ત્રણ કોરોનલ માસ ઇજેક્શન (CMEs) હાલમાં પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે. પ્રથમ બે એમ-ક્લાસ સૌર જ્વાળાઓ 7 ઓગસ્ટના રોજ સૂર્યમાંથી ઉત્સર્જિત કરવામાં આવી હતી. પ્રારંભિક કોરોનલ માસ ઇજેક્શન પ્રમાણમાં ઓછા હતા પરંતુ ત્રીજો X1.3-વર્ગ સોલર ફ્લેર વધુ શક્તિશાળી છે. પ્રવક્તાએ કહ્યું કે, સૂર્યની સપાટી પરથી વધુ એક એમ-ક્લાસ ફ્લેર છોડવામાં આવ્યો છે.

આ સૌર તોફાન 3 થી 4 દિવસમાં પૃથ્વી સાથે અથડાશે તેવી સંભાવના છે. જેમ જેમ સૂર્ય તેની પ્રવૃત્તિના શિખરે પહોંચે છે તેમ પૃથ્વી સૌર વાવાઝોડાને લગતા વધુ જોખમોનો સામનો કરે છે. આ સૌર તોફાનો રેડિયો બ્લેકઆઉટ, સેટેલાઇટ, સેલ્યુલર ફોન અને જીપીએસ નેટવર્કને જામ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.