સોમાલિયામાં ભયંકર કાર બૉમ્બ વિસ્ફોટ, 90 લોકોનાં હ્રદય કંપાવનારા મોત

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં શનિવારનાં ભયંકર બૉમ્બ વિસ્ફોટ થયો. તપાસ ચોકી પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 90 લોકોનાં દર્દનાક મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર એજન્સી સિન્હુઆ મુજબ સરકારનાં પ્રવક્તા ઈસ્માઈલ મુખ્તાર ઉમરે કહ્યું કે અફગોઈ રોડ પર એક પોલીસ તપાસ ચોકીની પાસે આત્મઘાતી હુમલાખોરે પોતાના વાહનને ઉડાવી દીધુ હતુ.

એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ 2012માં અલકાયદા પ્રત્યે નિષ્ઠા જતાવી ચૂકેલા આતંકવાદી સંગઠન અલ શબાબે મોગાદિશુમાં વારંવાર હુમલા કર્યા છે. મધ્ય અને દક્ષિણ સોમાલિયાનાં કેટલાક ભાગો પર અલકાયદાનું નિયંત્રણ છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યાં મુજબ આ ભીષણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 90 લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

ઘટનાસ્થળ પર હાજર એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “રસ્તા પર આવેલી ટેક્સ ઓફિસને ધ્યાનમાં રાખીને વિસ્ફોટ કરાયો.” તેમણે કહ્યું કે, “અધિકારી રસ્તામાં પસાર થતા વાહનોની તપાસ કરી રહ્યાં હતાં. ત્યારે જ એક કારમાં ભીષણ વિસ્ફોટ થયો અને અનેક લોકો માર્યા ગયાં. હુમલાની જવાબદારી જો કે હજુ સુધી કોઈ પણ આતંકવાદી જૂથે લીધી નથી.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.