સોશિયલ મીડિયાનાં જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા પણ છે અને જો તેના યોગ્ય ફીચર્સ મુજબ સિક્યોરિટી ન રાખવામાં આવે તો અનેક લોકો ખરાબ અનુભવ થતા હોય છે. આવો જ કડવો અનુભવ અમદાવાદની એક યુવતીને થયો છે. તેના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કોઈ વ્યક્તિએ સ્ટોરીમાં બીભત્સ લખાણ લખ્યું હતુ અને જેમાં તેણે લખ્યું કે, ” મેં …. હું, મેં ફ્રી મેં સેક્સ કરને દેતી હું” અને બીજા લખાણ માં “મેં …. હું, કયા આપ મેરે સાથ સેક્સ કરોગે?….સમગ્ર બાબતની જાણ થતા જ યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
મૂળ જૂનાગઢની અને હાલ નવરંગપુરામાં પેઇન ગેસ્ટ તરીકે રહેતી 28 વર્ષીય યુવતીએ જૂનાગઢથી પી.જી.ડી.સી.એનો કોર્સ કર્યો છે અને રાજકોટથી જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2019થી તે અમદાવાદમાં રહે છે અને એક કંપનીમાં નોકરી કરે છે. તેનું પોતાનું એક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ છે અને ગત 3 જાન્યુઆરીનાં રોજ યુવતીને તેની ફ્રેન્ડનો ફોન આવ્યો હતો જેણે જણાવ્યું કે તેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટમાં બે સ્ટોરી અપલોડ થઈ છે અને તેમાં ખરાબ લખાણ લખ્યું છે. તેવામાં જ યુવતીની માસીની દીકરીનો પણ ફોન આવ્યો અને બીભત્સ લખાણ લખેલી સ્ટોરી તેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ થઈ હોવાનું જણાવ્યું હતું.
આ બને સ્ટોરીમાં “મેં …. હું, મેં ફ્રી મેં સેક્સ કરને દેતી હું” અને બીજા લખાણ માં “મેં …. હું, કયા આપ મેરે સાથ સેક્સ કરોગે? એમ લખેલું હતું. યુવતીએ કોઈને આઈડી પાસવર્ડ શેર ન કર્યો હોવા છતાંય તેની સાથે આ ઘટના બની હતી અને આ સિવાય શખ્શે યુવતીનાં ID પરથી બે મિત્રોને બીભત્સ મેસેજો પણ કર્યા હતા. જેથી યુવતીએ આ અંગેની જાણ થયા બાદ સાયબર ક્રાઇમનો સંપર્ક સાધતા સાયબર ક્રાઇમની ટીમે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.આ મામલે હજુ સુધી કોઇ ઠોસ પુરાવા મળ્યા નથી જોકે તપાસ ચાલુ છે અને સાયબર ક્રાઇમનું કહેવું છે કે, આરોપી ટૂંક સમયમાં જ પકડાઇ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.