કોરોના વાયરસની ભયનાં પગલે 31 માર્ચ સુધી પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ઉપરાંત અંબાજી, દ્વારકા, સોમનાથ, ડાકોર અને પાવાગઢના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.
આ યાત્રાધામોમાં માત્ર નિયમિત થતી સેવા-પૂજા માટે ચાલુ રાખવામાં આવશે.પરંતુ દર્શનાર્થીઓ માટે આ મંદિરોમાં દર્શન સંપૂર્ણ બંધ રહેશે.
ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો આવતીકાલ 20 માર્ચ-2020થી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મહારાષ્ટ્ર જતી એસ.ટી.બસ સેવા પણ બંધ કરવામાં આવી છે.
કોરોના વાયરસની અસરના કારણે થોડા ઘણા દિવસથી યાત્રીઓ ઓછા દેખાઈ રહ્યા છે, એડવાન્સ બુકિંગ પણ કેન્સલ કરવામાં આવ્યા છે.
ભક્તોને સોમનાથ ટ્રસ્ટ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરવા માટે અપીલ કરી છે. મંદિરમાં માત્ર પુજારીઓ જ પૂજાપાઠ કરી શકશે.
સોમનાથ ટ્રસ્ટના સોશિયલ મીડિયાના માધ્યમોથી દર્શન તેમજ આરતીનો લાભ લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, સોમનાથ યાત્રા એપ, હેલો એપ પરથી લાભ લઇ શકાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.