પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને, અદ્ભુત કરવામાં આવ્યો શણગાર

આજે શિવરાત્રીના પાવન પ્રસંગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે. આરતી સમયે દ્વાર ખૂલતાં જ દેવાધિદેવ યજ્ઞના અલૌકિક શણગારમાં નજરે ચડ્યાં હતાં.

 

હજારો ભાવિક ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.  માસ દરમિયાન દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિરના સમયમા ફેરફાર કરાયો છે. સોમનાથ મંદિર શિવરાત્રી પર્વે સવારે 4 થી લઇને સતત 42 કલાક માટે ભક્તજનો માટે ખુલ્લું રહેશે.

કોરોનાની ગાઈડલાઇન્સને અનુસરીને ભાવિકોને મંદિરમાં પ્રવેશ કરતી વખતે દરેક ભક્તોએ માસ્ક પહેરવાનું રહેશે, પોતાનું ટેમ્પરેચર ચેક કરાવવાનું રહેશે

દર્શનની લાઈનમાં સતત ચાલતા રહવું જેથી વધુ લોકોને દર્શનનો લાભ મળે, દર્શન થઈ ગયા બાદ ક્યાંય પણ ઉભા ન રહીને સીધા બહારની તરફ નીકળવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.