નોર્થ કોરિયાના ભેજાગેપ તાનાશાહ કિમ જોંગની તબિયતને લઈને અટકળો અને અફવાઓ પૂરજોશમાં ચાલી રહી છે.
15 દિવસથી લોકો સમક્ષ નહી આવનારા કિમ જોંગને લઈને જાત જાતના દાવા અલગ અલગ અહેવાલોમાં કરવામાં આવી રહ્યા છે. જેમાં સંખ્યાબંધ રિપોર્ટ કહી રહ્યા છે કે, કિમ જોંગનુ મોત થઈ ચુક્યુ છે. બીજી તરફ એવી પણ શક્યતા દર્શાવાઈ રહી છે કે, જો ખરેખર કિમનુ મોત થયુ હશે તો સોમવારે મોટી જાહેરાત થઈ શકે છે. નોર્થ કોરિયામાં એમ પણ સુપ્રીમ લીડરના મોતની જાહેરાત કરવાનો ઈતિહાસ રહેલો છે. આ પહેલા કિમ જોંગના પિતાના મોતનુ એલાન પણ મોડુ કરાયુ હતુ.
હોંગ કોંગની એક ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે, કિમ જોંગનુ મોત થઈ ચુક્યુ છે. જાપાનના એક મેગેઝિનનુ કહેવુ છે કે, કિમ જોંગ હાર્ટ સર્જરી બાદ બ્રેન ડેડ હાલમાં છે.
કિમના પિતા કિમ જોંગ ઈલનુ મોત 17 ડિસેમ્બર, 2011ના રોજ થયુ હતુ.જોકે તે એલાન 19 ડિસેમ્બરે કરાયુ હતુ. તે વખતે નોર્થ કોરિયાની ટીવી પ્રેઝન્ટર રી ચુન હીએ આ એલાન કર્યુ હતુ.આ વખતે પણ લોકોની નજર એ વાત પર છે કે, સોમવારે આ પ્રેઝન્ટર કાળા કપડા પહેરીને ટીવી સ્ક્રીન પર આવે છે કે કેમ, જો આવુ થયુ તો એક રીતે માનવામાં આવશે કે કિમનુ મોત થયુ છે.
કિમ જોંગ ઈલના અંતિમ સંસ્કાર નવ દિવસ બાદ થયા હતા હવે કિમ જોંગનુ મોત થયુ હશે તો તેમના અંતિમ સંસ્કાર પણ એ જ રીતે થઈ શકે છે.
એવુ પણ મનાય છે કે, કિમ જોંગના અવસાનની જાહેરાત કરાય તો તેમના બહેન કિમ યો જાંગની નોર્થ કોરિયાના નવા લીડર તરીકે જાહેરાત થઈ શકે છે.
કિમના અવસાનની જાહેરાતમાં વિલંબ પાછળ એક કારણ એ પણ બતાવાઈ રહ્યુ છે કે, નોર્થ કોરિયાની સરકાર નિશ્ચિત કરવા માંગે છે કે, કોઈ બહારી ખતરો મંડરાઈ રહ્યો નથી. તમામ સુરક્ષા વ્યવસ્થાની ખાતરી કર્યા બાદ જ જાહેરાત કરાશે.
દરમિયાન નોર્થ કોરિયાના રેડિયો દ્વારા કામદારો માટે કિમ જોંગ તરફથી આવેલો એક સંદેશો વાંચવામાં આવ્યો હતો. જોકે તેમાં કિમની હાલત અંગે કોઈ ઉલ્લેખ કરાયો નહોતો. કોરિયાના બીજા સ્ટેટ મિડિયા પણ કિમ અંગે મૌન ધારણ કરીને બેઠા છે.
અટકળો વચ્ચે કિમ જોંગની ટ્રેનને નોર્થ કોરિયાના રિસોર્ટ શહેર મનાતા વોન્સાનમાં 21 થી 23 એપ્રિલ વચ્ચે જોવામાં આવી હતી. જોકે તેમનાથી કિમના લોકેશનની તો ખબર નથી પડી પણ એ અટકળોને વેગ મળ્યો છે જેમાં કહેવાયુ હતુ કે, કિમની સારવાર દેશના પૂર્વ હિસ્સામાં થઈ રહી છે જ્યાં આ રિસોર્ટ શહેર આવેલુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.