સોમવારની સરખામણીએ 28 હજાર વધારે કેસ છે,એક દિવસમાં 3786 લોકોના મોત

દેશમાં એકવાર ફરી કોરોનાના નવા મામલાની સાથે મોતમાં પણ વધારો નોંધાયો છે. દેશમાં મંગળવારે 3 લાખ 82 હજારથી વધારે કેસ આવ્યા છે. સોમવારની સરખામણીએ 28 હજાર વધારે કેસ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના કેસ 2 કરોડને પાર થઈ ગયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ મંગળવારે(4 મે) એક દિવસના કોરોનાના કેસ 382,691 આવ્યા છે. આ દરમિયાન સૌથી વધારે મોત3786 લોકોના જીવ ગયા છે

ભારતમાં ડિસેમ્બરમાં 1 કરોડ કેસ હતા જેના 107 દિવસ બાદ 5 એપ્રિલ સંક્રમણના મામલ 1.25 કરોડને પાર પહોંચી ગઈ. મહામારીના મામલા 1.50 કરોડને પાર થવામાં 15 દિવસ જ લાગ્યા છે.

કોરોનાના દર્દીની સંખ્યા 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર થઈ ગઈ છે. આ બાદ 28 સપ્ટેમ્બરે કોરોનાના મામલા 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ, 19 ડિસેમ્બરે 1 કરોડ અને 19 એપ્રિલના આ મામલા 1.5 કરોડથી વધારે થઈ ગયા હતા.

અમેરિકાની જોન હોપકિન્સ યૂનિવર્સીટીના સીએસએસઈ તરફથી જારી આંકડા અનુસાર દુનિયાના 192 દેશો તથા વિસ્તારોમાં સંક્રમિતની સંખ્યા વધીને 15 કરોડ 35 લાખ 59 હજાર 931 થઈ છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.