૧૨ વર્ષે આવતા કુંભમેળામાં, સોમવતી અમાસના શાહીસ્નાનનું, હોય છે ખૂબ જ ધાર્મિક મહત્વ

સોમવતી અમાસના આ શાહીસ્નામાં દેશભરમાંથી આવેલા 35 લાખ જેટલાં શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવી હોવાનો અંદાજ છે. જોકે, કુંભમેળામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અશક્ય બની ગયાનું સ્થાનિક સરકારી તંત્રએ કહ્યું હતું.

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે રાતે 11.30 કલાકે સોમવારે સાંજે પાંચ વાગ્યે 18169 ભક્તોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 102 પોઝિટીવ આવ્યા હતા.

યુપીથી આગરા આવતા શ્રદ્ધાળ્યુ, યુપી – ઉત્તરાખંડ બોર્ડર પર બનેલા ચેક પોઈન્ટ પર જરૂરી કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવા ઉપરાંત થર્મલ સ્ક્રનિંગ કરવામાં આવી, પણ મેળા એરિયામાં કંઈ કરવામાં આવતુ નથી.

ઉત્તરાખંડની સરકારે સરહદોએ કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા કરી હતી અને જે લોકોનો રીપોર્ટ નેગેટિવ આવે તેને જ હરિદ્વાર સુધી જવા દેવામાં આવતા હતા. જેમનો રીપોર્ટ નેગેટિવ આવે તેને જ ગંગામાં ડૂબકી લગાવવાની પરવાનગી અપાઈ હતી.

અંદાજ પ્રમાણે 35 લાખ જેટલાં લોકોએ ગંગામૈયામાં ડૂબકી લગાવીને પૂણ્યનું ભાથું બાંધ્યું હતું. અખાડા માટે અલગ વ્યવસ્થા થઈ હતી અને શ્રદ્ધાળુઓ માટે અલગ ઘાટ નક્કી કરાયા હતા.

કુંભમેળાના ઈન્સ્પેક્ટર જનરલ સંજય ગુંજયાલે કહ્યું હતું કે આવડી મોટી ઈવેન્ટમાં ૧૦૦ ટકા કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું અશક્ય છે, તેમ છતાં સ્થાનિક પ્રશાસને શક્ય એટલા પ્રયાસો કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે જો અમે એ મુદ્દે વધુ સખ્તાઈ વાપરી હોત તો કુંભમેળામાં નાસભાગ મચી જવાની દહેશત હતી

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.