ધોળકામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં BJPના મહિલા કોર્પોરેટરના પુત્રની ધરપકડ

રાજ્યમાં છેડતી અને દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જાણે નરાધમોને અને અસામાજિક ઇસમોને મનમાં કાયદો કેં પછી પોલોસનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ધોળકામાં 15 વર્ષની સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, આ આરોપી ધોળકા નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરનો દીકરો છે. અત્યાર સુધી પોલીસે સામૂહિક દુષ્કર્મના કેસને લઈને 8 આરોપીની ધરપકડ કરી છે. ભાજપના કોર્પોરેટર નર્મદા ઠાકોરના દિકરાની ધરપકડ થતા ધોળકાનું રાજકારણ પણ ગરમાયું છે. પોલીસ દ્વારા જે 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તે તમામની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો પણ પોલીસે દાખલ કર્યો છે અને પીડિતાના માતા-પિતા પણ માગણી કરી રહ્યા છે કે, આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે.

ધોળકામાં સામુહીક દુષ્કર્મની ઘટનાને લઇ પોલીસે આરોપીની ધરપકડ કરી છે તેમાંથી શિવરાજ ઠાકોર, પ્રકાશ ઠાકોર અને અર્જુન નામના આરોપીએ 15 વર્ષની સગીરાને 10 માર્ચના રોજ ફોસલાવીને બાઈક પર ખાનપુર લાટ નજીક આવેલા એટલે ખેતરમાં લઇ ગયા હતા. નરાધમો સગીરાને ખેતરમાં લઇ ગયા બાદ અજય ઠાકોર, કેતન ઠાકોર, લાલા ઠાકોર, સુનિલ ઠાકોર અને મહેશ કોળી પટેલે આ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું.અને નરાધમોએ સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ તે સગીરાને તેના ઘર નજીક મુકીને ભાગી ગયા હતા.

ત્યારબાદ ભોગબનનાર સગીરાએ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારના સભ્યોને કરતા પરિવારના સભ્યોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને આ બાબતે પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સામૂહિક દુષ્કર્મની ઘટનાને લઇ લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પણ આ નરાધમોને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરી રહ્યા છે. તો સગીરાના માતા-પિતાનું કહેવું છે કે, આ નરાધમોને દાખલારૂપ સજા થવી જોઈએ જેથી કરી તેઓ અન્ય કોઈ દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય ન થાય. આ મામલે અત્યાર સુધીમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેમાં ભાજપના કોર્પોરેટરના દિકરાની ધરપકડ થતા ધોળકાનું રાજકારણ પણ ગરમાયું છે. અને ત્યારે આગામી દિવસોમાં જોવાનું એ રહ્યું કે પોલીસની તપાસમાં શું નવા ખુલાસા થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.