ભારતીય બજારોમાં આજે, સોના ચાંદીના ખુલતી બજારે, કોઈ ખાસ બદલાવ નજર પડ્યો નથી

ભારતીય બજારોમાં આજે સોના ચાંદીના ખુલતી બજારે કોઈ ખાસ બદલાવ નજર પડ્યો નથી. બુધવારે 7મી એપ્રિલના રોજ 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 44,200 રૂપિયા છે જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 45,200 રૂપિયા રહ્યો છે.

 ગઈકાલે સોની બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. ગઈકાલે સોનાના ભાવમાં મામલૂ તેજી જોવા મળી હતી અને ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી હતી. 6 એપ્રિલ 2021નાં રોજ સોનાના ભાવ 45,000 રૂપિયાને પાર થઈ ગયા હતા
ગઈકાલે સોની બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. ગઈકાલે સોનાના ભાવમાં મામલૂ તેજી જોવા મળી હતી અને ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી હતી

 

આંતરાષ્ટ્રીય બજારમાં બુધવારે સોનાનો ભાવ પ્રતિ ઑસ 1736.70 ડૉલર પર પહોંચી ગયો છે છે. બુધવારે દેશના રાષ્ટ્રીય સોની બાજરમાં ચાંદીની કિંમત 65,000 રૂપિયા પ્રતિકિલોગ્રામ છે

જ્યારે ચેન્નાઈ અને હૈદરાબાદમાં ચાંદીનો ભાવ 69,300 રૂપિયા પર સ્થિર છે. આમ ચાંદીના ભાવમાં જુદા જુદા શહેરોમાં સોનાના ભાવની જેમ ભિન્નતા જોવા મળે છે.

એચડીએફસી સિક્યોરિટીના સીનિયર એનાલિસ્ટ તપન પટેલે સોનાના ભાવમાં તેજીનું કારણ આપતા જણાવ્યું હતું કે આંતરાષ્ટ્રીય બાજરમાં ઉથલપાથલ યથાવત છે જેની અસર રાષ્ટ્રીય બજારો પણ જોવા મળી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.