આ વર્ષે લગ્નગાળો એક મહિનો મોડો છે. હાલમાં થોડા લગ્ન થઈ રહ્યા છે પણ એપ્રિલમાં લગ્ન સીઝન ખીલશે અને આ કારણે માર્ચ મહિનામાં સોના ચાંદીના ભાવ ફરી એકવાર ઉંચકાય તેવું અનુમાન છે.
ફેબ્રુઆરી મહિનાના 20 દિવસની વાત કરીએ તો સોનાની કિંમતોમાં 3292 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમતોમાં 7594 રૂપિયા પ્રતિ કિલોએ સસ્તું થયું છે.
બુલિયન માર્કેટમાં સોનાના ભાવ છેલ્લા એક અઠવાડિયામાં ઘટ્યા છે. 20 દિવસમાં સોનું 3292 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું છે તો છેલ્લા અઠવાડિયામાં તે 1285 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું છે જ્યારે ચાંદીનો ભાવમાં 37 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
એટલે કે આ દિવસે સોનું 142 રૂપિયા સસ્તું થયું હતું અને 19 ફેબ્રુઆરીએ તેના ભાવ ફરી ઘટ્યા અને તે 46101 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું. એક અઠવાડિયામાં સોનાનો ભાવ1285 રૂપિયા ઘટ્યો છે.
19 ફેબ્રુઆરીએ તેના ભાવ 68414 રૂપિયા પ્રતિ કિલોએ બંધ થઈ હતી. આ અઠવાડિયા પહેલાં 12 ફેબ્રુઆરીએ ચાંદી 68377 રૂપિયા પ્રતિ કિલો હતી. આ રીતે એક અઠવાડિયામાં તેના ભાવમાં 37 રૂપિયાનો વધારો થયો છે. ખાસ કરીને વાર્ષિક રીતે તેમાં 7594 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.