સોનલ મોદીએ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની, દાવેદારી કર્યાની માહિતી, આવી છે બહાર

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના પુત્રી સોનલ મોદીએ દાવેદારી કર્યાની માહિતી પણ બહાર આવી છે.

ભાજપ સંગઠનમાં અન્ય કાર્યકરો કરતા બહુ ઓછા સક્રિય એવા સોનલ મોદીની દાવેદારીથી બોડકદેવ વોર્ડના ટિકિટવાંચ્છુઓ જ નહિ અમદાવાદ શહેર ભાજપ સંગઠનના ટોચના હોદ્દેદારો પણ સ્તબ્ધ થઈ ઉઠયા છે. પ્રહલાદ મોદીની દિકરીની દાવેદારી મુદ્દે કોઈ જાહેરમાં બોલવા તૈયાર નથી પરંતુ, ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા સાથે જોડાયેલા શહેર ભાજપના ટોચના હોદ્દેદારોએ સોનલ મોદીએ બોડકદેવ વોર્ડમાં ટિકિટની માગંણી કર્યાનું સ્વિકાર્યુ હતુ. અમદાવાદ શહેરમાં RSS સાથે જોડાયેલા ડો.ભરત અમીનના પુત્રી ડો. કિંજલ દેસાઈએ સરખેજ વોર્ડમાં ટિકિટ માંગી છે.

ભાજપમાં મંત્રી કુંવરજી બાવળિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ રંજનબહેન ભટ્ટ, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, શૈલેષ મહેતા, અભેસિંહ તડવી સહિત અનેક વર્તમાન પદાધિકારીઓએ પોતાના જ મતક્ષેત્રમાં પાલિકા- પંચાયતોની બેઠકો ઉપર ચૂંટણી લડવા પરીવાજનોને આગળ કર્યા છે. આ સ્થિતિમાં સોમવારથી શરૂ થઈ રહેલી પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકોમાં ઉમેદવારોને પસંદગી એક પડકાર બની રહેશે તે નક્કી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.