સપ્તાહના ચોથા કારોબારી દિવસે સોનાની કિંમતોમાં (Gold-Silver Prices Today)ભારે તેજી આવી છે. રૂપિયામાં આવેલી તેજીના કારણે ગુરુવારે દિલ્હી સોના-ચાંદી બજારમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Prices) 111 રૂપિયાનો વધારો થયો છે. જોકે, ચાંદીની કિંમતોમાં (Silver) ઘટાડો નોંધાયો છે.
ઔદ્યોગિક માંગમાં ઘટાડાના પગલે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 67 રૂપિયા ઘડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બુધવારે દિલ્હી સરાફા બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 462 રૂપિયા વધ્યો હતો જ્યારે મંગળવારે સોનું 239 રૂપિયાનો વધારો થયો હતો. ગુરુવારે દિલ્હી સરાફા બજારમાં 99.9 સોનાનો પ્રતિ 10 ગ્રામ 42,381 રૂપિયા વધીને 42,492 રૂપિયા થયો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સોનાનો ભાવ 1609.60 ડોલર પ્રતિ ઔંસ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.