ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું માળખું વિખેરી નાખવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ માળખું વિખેરી નાખ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને હોદ્દા પર જાળવી રાખવામાં આવ્યા છે. પ્રદેશ હોદ્દેદારો અને એક્ઝિક્યુટીવ કમિટીને વિખેરી નાખવામાં આવી છે. એવી જાણકારી મળી રહી છે કે પરફોર્મન્સના આધારે ફરીથી વરણી કરવામાં આવશે. જેને લઈને 15 દિવસ સુધીનો સમય લાગી શકે છે. 300થી વધુ સભ્યો ધરાવતી ગુજરાત કોંગ્રેસનું માળખું વિખેરી નાખવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.