કોરોના મહામારીને અંકુશમાં લેવા માટે વેકસીનનું અભિયાન શરૂ તો કરવામાં આવ્યું છે, પણ કેટલાંક રાજયોમાં વેકસીનની અછત જોવા મળી રહી છે. કોરોનાની વણસેલી પરિસ્થિતિને ધ્યાનામાં રાખીને કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે.
તેમણે કોંગ્રેસ શાસિત પ્રદેશ રાજયોના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને પ્રધાનમંત્રી સમક્ષ ત્રણ માંગ મુકી છે. સોનિયાએ પહેલી માંગમાં કહ્યું છે કે રાજયો પાસે 3થી 5 દિવસ સુધી જ ચાલે તેટલો વેકસીનનો સ્ટોક બચ્યો છે. એટલે તાકીદે વેકસીનનો સ્ટોક સપ્લાય કરવામાં આવે.
બીજી માંગ તેમણે એ કરી છે કે કોવિડ સાથે જોડાયેલા તમામ ઇન્ફ્રાસ્ટ્રચરને જીએસટીમાં મૂક્તિ આપવામાં આવે.
તેમણે ત્રીજી માંગ એ કરી છે કે મહામારીથી પ્રભાવિત ગરીબ લોકોને 600 રૂપિયા આપવામાં આવે અને શહેરોથી ગામડામાં પોતાના વતન જઇ રહેલાં લોકોને ટ્રાન્સ્પોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે.
જાણવા મળેલી માહિતી મુજબ આ કવાયત હેઠળ 272 વોર્ડમાંથી 28,000 નમૂના એકત્રિત કરવામાં આવશે, મતલબ કે દરેક વોર્ડમાંથી અંદાજે 100 નમૂના લેવામાં આવશે. દિલ્હીની વસ્તી 2 કરોડથી વધારે છે જે 11 જિલ્લામાં ફેલાયેલી છે.
સોનિયાએ પરિસ્થિતિનો તાગ મેળવ્યા પછી પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને 3 માંગ કરી હતી.કોરોનાને કારણે ફરી એકવાર લોકો શહેરમાંથી પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા છે તે બાબતની ચિંતા પણ સોનિયાએ વ્યકત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.