સોનિયા, રાહુલ ગાંધીની ગેરહાજરીમાં કોંગ્રેસે 136મો સ્થાપના દિન ઉજવ્યો

– રાહુલ ઇટાલી જવા રવાના : સ્થાપના દિનની ઉજવણીમાં પ્રિયંકા, ગુલામ નબી આઝાદ, એન્ટોની, આનંદ શર્મા હાજર

દેશમાં આઝાદી પહેલા જેવી સ્થિતિ, એક થઇ લડવા સોનિયાનો વીડિયોથી સંદેશો

રાહુલ ગાંધી નાનીને મળવા ઇટાલી ગયા છે તેમાં કશું જ ખોટુ નથી :  કોંગ્રેસનો બચાવ

સોમવારે કોંગ્રેસના 136માં સૃથાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી, જોકે આ ઉજવણીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ગેર હાજર રહેતા અનેક અટકળોએ જોર પકડયું છે. હાલ કોંગ્રેસમાં કાયમી અધ્યક્ષની માગણી કરાઇ રહી છે અને ટોચની નેતાગીરી પર કોંગ્રેસમાં જ સવાલો ઉઠી રહ્યા છે. એવામાં સોનિયા અને રાહુલ ગાંધીની ગેરહાજરીને કારણે રાજકારણ ગરમાયું છે.

સૃથાપના દિન નિમિત્તે દિલ્હીમાં કોંગ્રેસના હેડક્વાર્ટર પર અન્ય જે નેતાઓ હાજર રહ્યા હતા તેમાં પ્રિયંકા ગાંધી, એ.કે. એન્ટોની, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા વગેરેનો સમાવેશ થાય છે. જોકે સોનિયા ગાંધી હાલ ઘણા કાર્યક્રમોથી દુર છે અને તેઓ સૃથાપના દિને પણ હાજર નહોતા રહ્યા. જ્યારે રાહુલ ગાંધી બપોર બાદ ઇટાલીમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવાના થઇ ગયા હતા.

સોનિયા ગાંધી કોંગ્રેસના સૃથાપના દિન નિમિત્તે પાર્ટીના હેડક્વાર્ટર પર યોજાયેલી બેઠકમાં હાજર નહોતા રહ્યા પણ તેઓએ એક વીડિયો જાહેર કરીને પક્ષના કાર્યકર્તાઓ, નેતાઓને સંદેશો આપ્યો હતો.

તેમણે વીડિયો સંદેશમાં કહ્યું હતું કે તાનાશાહી તાકતો સામે લડવા માટે પક્ષના કાર્યકર્તાઓ, આમ નાગરિકોએ એક થઇ જવાનો સમય આવી ગયો છે. સાથે તેમણે પક્ષના નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોને કોંગ્રેસના 135 વર્ષ પૂર્ણ થતા શુભેચ્છા પાઠવી હતી.

વધુમાં તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસની રચના જ જન આંદોલનના ભાગરૂપે થઇ હતી, દેશની આઝાદીની લડાઇ કોંગ્રેસે લડી હતી, આજે પણ ભારત આઝાદ થયો તે પહેલાની સિૃથતિ જેવી જ હાલત છે. તાનાશાહી તાકતોના હાથમાં દેશની સત્તા છે, એવામાં દરેકે એક થઇને આ તાકતોની સામે લડવાની જરૂર છે.

સૃથાપના દિનની ઉજવણી બાદ પ્રિયંકા ગાંધીએ પત્રકારોની સાથે વાતચીત દરમિયાન કેન્દ્ર સરકાર પર કૃષિ કાયદા મુદ્દે પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અન્નદાતા ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે જેને સરકાર રાજકીય ગણાવી ખેડૂતોનું અપમાન કરી રહી છે, આ એક પ્રકારનું પાપ છે અને તેનું પરીણામ ભાજપે અને કેન્દ્ર સરકારે ભોગવવું પડશે.

ખેડૂતોના આંદોલનને રાજકીય કાવતરૂ ગણાવવું આંદોલનકારી ખેડૂતોનું અપમાન છે, સરકારે તેમની વાત સાંભળી તાત્કાલીક કાયદાઓને પરત લઇ લેવા જોઇએ. કોંગ્રેસની સૃથાપના 1885માં કરવામાં આવી હતી, છેલ્લા 135 વર્ષ દરમિયાન પક્ષની કમાન 60 અધ્યક્ષે સંભાળી છે. 25મી ડિસેમ્બર 1885માં પૂનામાં પાર્ટીનું પહેલું સમ્મેલન નક્કી થયું હતું જે બાદમાં 28મી ડિસેમ્બરે બોમ્બે ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં યોજાયું હતું.

પહેલા અિધવેશનમાં 72 સભ્યો સામેલ હતા અને અધ્યક્ષ સૃથાન વ્યોમેશચંદ્ર બેનર્જીએ સંભાળ્યું હતું. દાદાભાઇ નવરોજી 1886થી 1893 દરમિયાન અધ્યક્ષ રહ્યા, જે બાદ અનેક મહાનુભાવો અને દેશને આઝાદી અપાવવામાં યોગદાન આપનારા કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા.

બીજી તરફ કોંગ્રેસના 136માં સૃથાપના દિન નિમિત્તે સોનિયા અને રાહુલ ગાંધીની ગેરહાજરી પર કોંગ્રેસના જ પૂર્વ નેતા સંજય ઝાએ ટોણો મારતા કહ્યું કે આ ગેરહાજરીને કારણે કોંગ્રેસે ઘણુ ભોગવવું પડી શકે છે. બીજી તરફ રાહુલ ગાંધી ઇટાલી જવાના રવાના થયા હતા.

ભાજપે રાહુલ ગાંધીના ઇટાલીની મુલાકાત પર સવાલો ઉઠાવતા કોંગ્રેસે કહ્યું કે પોતાના નાનીને મળવા જવામાં ખોટુ શું છે? કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કટાક્ષમાં કહ્યું હતું કે ભારતમાં રાહુલ ગાંધીની રજાઓ પુરી થઇ ગઇ છે અને તેઓ હવે પરત ઇટાલી જવા રવાના થઇ ગયા છે. જ્યારે કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે રાહુલ ઇટાલીમાં પોતાના નાનીને મળવા ગયા છે તેમાં ખોટુ શું છે?

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.