ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા અને કપિલ સિબ્બલે સોનિયાને પત્ર લખીને પાર્ટીનાં કામકાજ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતાં
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની સાથે તેમના નિવાસસ્થાન 10 જનપથ પર અગ્રણી કોંગ્રેસી નેતાઓની સાથે યોજાયેલી બેઠકમાં બીજી વખત રાહુલ ગાંધીને પાર્ટીનાં પ્રમુખ તરીકે બનાવવાની માંગ ઉઠી છે.
આ દરમિયાન પવન બંસલે જણાવ્યું કે સોનિયા ગાંધીએ પાર્ટીને એક પરિવાર બનાવી, તે સાથે જ કોંગ્રેસને મજબુત કરવા માટે કામ કરવાની વાત કરી, બંસલે કહ્યું પાર્ટીમાં કોઇ પણ પ્રકારનાં મતભેદો નથી, તમામ લોકો પાર્ટીમાં ઉર્જા ભરવાનાં કામમાં એકજુથ થઇને લાગ્યા છે.
કોંગ્રેસમાં આગામી સમયમાં પાર્ટી પ્રમુખની ચુંટણી યોજાશે, આ દરમિયાન પાર્ટીનાં વચગાણાનાં પ્રમુખ સોનીયા ગાંધીથી નારાજ હોવાનું મનાતા નેતાઓ સહિત પાર્ટીનાં ટોચનાં નેતાઓ સાથે પાર્ટીની બેઠક યોજાઇ, બેઠકમાં અસંતુષ્ટ નેતાઓની નારાજગી દુર કરવાની સાથે-સાથે પાર્ટીને મજબુત કરવાની રણનિતી પર ચર્ચા થઇ.
10 જનપથમાં યોજાયેલી બેઠકમાં પાર્ટીને મજબુત કરવા અંગે નેતાઓ વચ્ચે ચર્ચા યોજાઇ, અને પાર્ટીને મજબુત કરવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો, તેમણે જણાવ્યું કે સોનિયા ગાંધીએ કહ્યું અમે એક વિશાળ પરિવાર છિએ, અને અમારે પાર્ટીને મજબુત કરવાનું કામ કરવું જોઇ
બેઠકમાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, પી ચીદંબરમ, અશોક ગહેલોત, અંબિકા સોની, ભુપેન્દ્ર સિંહ હુડા જેવા કોંગ્રેસનાં અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા, અત્રે ઉલ્લેખનિય છે કે ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા અને કપિલ સિબ્બલ જેવા નેતાઓએ આ વર્ષે સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીનાં કામકાજ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતાં, બેઠક બાદ આ G-23 માં સામેલ નેતાઓ તરફથી કોઇ નિવેદન આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.