ગઇ કાલ એટલે કે શનિવારે દિલ્હીમાં કોંગ્રેસના ઘણા અસંતુષ્ટ નેતાઓએ પાર્ટીના હાઇકમાન્ડ સાથે બેઠક કરી હતી. જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ સામેલ હતા. આ બેઠક બાદ તરત જ કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવી ગઇ છે. કારણ કે કોંગ્રેસ પાર્ટીએ ચાર રાજ્યોના સંગઠનમાં ફેરબદલની શરુઆત કરી દીધી છે. શરુઆતમાં કોંગ્રેસ પાર્ટીએ તેલંગણા, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના સંગઠનમાં બદલાવ કરવા જઇ રહી છે. આ જ ક્રમમાં તેલંગણા કોંગ્રેસ અધ્યક્ષ ઉત્તમ કુમાર રેડ્ડીએ ગ્રેટર હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં પાર્ટીની હાર અને ખરાબ પ્રદર્શનની જવાબદારી લઇને રાજીનામુ આપ્યું છે.
આ સિવાય ગુજરાતના કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસની હાર બદલ રાજીનામુ આપ્યું છે. કેટલાક રાજ્યોમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી થનાર છે. જેને લઇને કોંગ્રેસ પાર્ટી તૈયારીમાં લાગી છે. તેલંગણા, પંજાબ અને ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ કમિટિમાં જલ્દી મોટા બદલાવના ભણકારા પમ વાગી રહ્યા છે. આ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ પણ બદલાઇ શકે છે.શનિવારે પાર્ટીની અધ્યક્ષ સોનિયા ગાંધીએ અનેક નેતાઓ સાથે વાતચીત કરી છે. જેમાંથી ઘણા નેતાઓએ પાર્ટીના સંગઠનમાં સુધારની વાત કરી છે.
શનિવારે કોંગ્રેસના મુંબઇ ક્ષેત્રિય કમિટિમાં બદલાવ કર્યો હતો. બાલાસાહેબ થોરાટ, કે જે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ છે, મહારાષ્ટ્ર કોંગ્રેસ વિધાયક દળના નેતા પણ છે. આ સિવાય સોનિયા ગાંધીએ અસમ અને કેરળ માટે ત્રણ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિ સચિવ પણ નિયુક્ત કર્યા છે. આ બંને રાજ્યોમાં આવતા વર્ષની શરુઆતમાં વિધાનસભા ચૂંટણી છે. નવનિયુક્ત પ્રભારીઓ બંને રાજ્યોના પ્રભારીની મદદ કરશે. ગઇ કાલે મળેલી બેઠક 5 કલાક ચાલી હતી, જેમાં આ બધી ચર્ચા થઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.