મુંબઈમાં એનસીપી કોર કમિટીની બેઠક ખત્મ થઈ ગઈ છે. બેઠકનાં એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું છે કે, “કૉંગ્રેસનાં નિર્ણયની રાહ જોઇશું. ત્યારબાદ જ પોતાનો નિર્ણય લઇશું. કૉંગ્રેસ સાથે આવ્યા વગર કોઈ વિકલ્પ નથી બની શકતો. આ કારણે કૉંગ્રેસનો નિર્ણય થતા જ અમે અમારો નિર્ણય લઇશું.” નવાબ મલિકે કહ્યું કે, “અમારી પાર્ટી વૈકલ્પિક સરકાર બનાવવા માટે તૈયાર છે, પરંતુ કૉંગ્રેસથી ચર્ચા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે.” આ દરમિયાન કૉંગ્રેસનાં સૂત્રો દ્વારા એ જાણવા મળી રહ્યું છે કે પાર્ટી બહારથી શિવસેનાને સમર્થન આપી શકે છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રાજ્યપાલ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસનાં 39 ધારાસભ્યોએ સોનિયા ગાંધીની સામે શિવસેનાને સમર્થન આપવાનો પ્રસ્તાવ મુક્યો છે, પરંતુ કેરલનાં કૉંગ્રેસ નેતા આવુ થવા પર પાર્ટીની છબિને લઇને ચિંતિત છે.
કૉંગ્રેસની 4 વાગ્યે મીટિંગ ખત્મ થયા બાદ તેમની સાથે ચર્ચા કરીને એનસીપી નિર્ણય લઇ શકે છે. નવાબ મલિકે કહ્યું છે કે કૉંગ્રસનો નિર્ણય આવ્યા બાદ જ શિવસેનાને સમર્થન આપવાનો નિર્ણય કરવામાં આવશે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે થોડીકવારમાં એનસીપી ચીફ શરદ પવારને મળવા જઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.