કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ નગારિકતા સંશોધન કાયદાના વિરોધમાં પૂર્વોત્તરમાં થઈ રહેલી હિંસાને લઈને મોદી સરકાર અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું હતું કે, અમિત શાહ નોર્થ-ઈસ્ટમાં જવાની હિંમત પણ નથી કરી રહ્યાં.
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પૂર્વોત્તરના રાજ્યો અસમ અને ત્રિપુરાના અનેક વિસ્તારોમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે, સાથે જ મોટા પ્રમાણમાં સુરક્ષાબળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. અમિત શાહે વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને નોર્થ-ઈસ્ટનો પોતાનો પ્રવાસ રદ્દ કર્યો છે. અમિત શાહે ગઈ કાલે રવિવારે નોર્થ-ઈસ્ટ પોલીસ એકેડમીની મુલાકાતે જવાનું હતું પરંતુ બગડી રહેલી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખી પોતાનો આ કાર્યક્રમ રદ્દ કર્યો હતો.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ બાબતને લઈને મોદી સરકાર પર નિશાન તાક્યું હતું. તેમને કહ્યું હતું કે, સરકારનું કામ શાંતિ અને સૌહાર્દ બનાવવાનું, કાયદો અને વ્યવસ્થાનું શાસન ચલાવવાનું અને બંધારણની રક્ષા કરવાનું છે પરંતુ ભાજપ સરકારે દેશ અને દેશવાસીઓ પર જ હુમલાઓ કર્યા છે. કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષે કહ્યું હતું કે, મોદી સરકાર હિંસા અને ભાગલા પડાવવાની જનની બની ગઈ છે. સરકારે દેશને નફરતની અંધકારભરી ખાઈમાં ધકેલી દીધી છે અને યુવાઓના ભવિષ્યને આગની ભઠ્ઠીમાં હોમી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.