થોડા દિવસ પહેલાં કોંગ્રેસના 23 વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને નેતાગીરીના સંકટને દુર કરવા પગલાં લેવાની માંગ કરી હતી. આ વાતથી નારાજ સોનિયા ગાંધી અત્યાર સુધી આ નેતાઓ સાથે મુલાકાત કરવાની ના પાડતા હતા, પરંતું કમલનાથે સોનિયા અને અંસતુષ્ટ નેતાઓ વચ્ચે મુલાકાત કરાવવામાં મોટી ભૂમિકા નિભાવી હતી.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મધ્ય પ્રદેશમાં ઉપચુનાવના પરિણામ પછી કમલનાથ કોંગ્રેસમાં સકટને દુર કરવા માટે સક્રીય થઇ ગયા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે અસંતુષ્ટ નેતાઓને મનાવવાની જવાબદારી સોનિયા એ જ કમલનાથને સોંપી છે. 8 ડિસેમ્બરે સોનિયા ગાંધી અને કમલનાથ વચ્ચે લાંબી મંત્રણા થઇ હતી. એ બેઠકમાં કમલનાથને અસંતુષ્ટ નેતાઓ સાથે વાત કરવા જણાવવામાં આવ્યું હતું
નેતુત્વ સંકટ સામે લડી રહેલી કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે વરિષ્ઠ નેતાઓની મીટિંગ બોલાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.