સોનિયા ગાંધીએ સરકાર પર કર્યા પ્રહારો, અંધેરી નગરી ચોપટ રાજા જેવો માહોલ

દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર પ્રહારો કરતાં કહ્યું કે આજે અંધેરી નગરી, ચોપટ રાજા જેવા માહોલ છે. કોંગ્રેસની દેશ બચાવો રેલીને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે આખરે સબકા સાથ, સબકા વિકાસ કયાં છે. તેમણે કહ્યું કે તમે જ બતાવો કે આ વાતની તપાસ થવી જોઇએ કે નહીં કે જે બ્લેક મની માટે નોટબંધી કરી હતી તે બહાર કેમ આવી નહીં. યુવાન નોકરીઓ માટે ભટકી રહ્યા છે. નોકરીઓ પણ જઇ રહી છે.

સોનિયા ગાંધીએ કલમ 370 અને નાગરિકતા કાયદાને લઇ ભાજપ અને મોદી સરકાર પર પ્રહારો કરતાં કહ્યું કે એવો માહોલ છે કે ગમે ત્યારે કોઇ એક્ટ હટાવી દો અને કોઇપણ લગાવી દે. ગમે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લગાવો અને હટાવી દો. તેમણે કહ્યું કે કોઇપણ ચર્ચા વગર કોઇપણ એકટ પસાર કરી દેવાય છે. દરરોજ સંવિધાનની ધજ્જીયા ઉડાવે છે. મોદી-શાહને એ વાતની કોઇ પરવાહ નથી કે આ નાગરિકતા કાયદો જે લાવે છે, તે ભારતની આત્માને તાર-તાર કરી દેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.