કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ નાગરિકતા સંશોધન કાયદો (CAA) પર દેશમાં ચાલી રહેલી ઉત્પાત માટે વડાપ્રધાન અને ગૃહમંત્રીને જવાબદાર ગણાવ્યા તો ભાજપે પ્રહારો કર્યા છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મોડી રાત્રે નિવેદન રજૂ કરીને કહ્યું કે સોનિયા ગાંધી વિદ્યાર્થીઓ માટ મગરમચ્છના આંસુ વહાવી રહ્યા છે.
નિર્મલા સીતારમણે રજૂ કરેલા નિવેદનમાં કહ્યું કે સોનિયા ગાંધીની રાજનીતિ અવસરવાદિતા પર કેન્દ્રિત છે. તેઓ વિદ્યાર્થીઓના નામે મગરમચ્છના આંસુ વહાવી રહ્યા છે. યાદ કરો ઇન્દિરા ગાંધીનો સમય જ્યારે દિલ્હીના કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને તિહાડ જેલ મોકલી દીધા હતા.
તેમણે આગળ કહ્યું કે એ વિડંબના છે કે સોનિયા ગાંધી સંવિધાનને તોડવાની વાત કરે છે. શું એ સાચુ નથી કે યુપીએના સમયમાં તેઓ નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ (NAC)ના નામ પર કિચન કેબિનેટ ચલાવતા હતા. તેનો કોઇ સંવૈધાનિક આધાર નહોતો. ‘કિચન કેબિનેટ’એ હિન્દુઓને ટાર્ગેટ કરવા માટે કમ્યુનલ વાયલેંસ બિલ બનાવ્યુ હતું.નાગરિકતા સંસોધન કાયદાને લઇ નિર્મલા સીતારમણે કહ્યું કે સોનિયા ગાંધીએ દેશને અશાંત કરવાની અને હિંસાને વધારવાનો આરોપ જાણીજોઇને વડાપ્રધાન અને ગૃહમંત્રી પર લગાવ્યો છે. આ એક ગેર જવાબદાર નિવેદન છે. જો કોંગ્રેસ જવાબદાર વિપક્ષા હોય તો આ લોકોને શાંતિની અપીલ કરતી નહીં કે હિંસાને વધારી દેતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.