કોંગ્રેસના સંકટમોચક નેતાઓમાં સામેલ વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીથી પક્ષના હાઈકમાન્ડ નારાજ છે. આ નારાજગીનું કારણ સિંઘવીની એક ટ્વીટ છે, જેમાં તેમણે ભાજપના નાયકોમાં સામેલ વિનાયક દામોદર સાવરકરની પ્રશંસા કરી હતી.મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદાન થઈ રહ્યું હતું તેવા સમયે સિંઘવીએ આ ટ્વીટ કરી હતી. આ ટ્વીટના ટાઈમિંગ અને તેના સાર અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સિંઘવીથી નારાજ છે. તેમણે તેમના એક વિશ્વાસુને સિંઘવીને ફોન કરવા અને ટ્વીટનો ખુલાસો કરવા કહ્યું હતું.
મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા તેમજ 18 રાજ્યોમાં 51 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું હતું તેવા સમયે અભિષેક મનુ સિંઘવીની આ ટ્વીટ અનેક સંદેશ લઈને આવી અને કોંગ્રેસ મોરચામાં વ્યાકુળતા પેદા કરી ગઈ.
સાંજ થતા જ એક્ઝિટ પોલે બંને રાજ્યોમાં બમ્પર બહુમતીથી ભાજપની સરકાર બનવાનો દાવો કર્યો તો કોંગ્રેસ કેમ્પમાં આ ટ્વીટની ચર્ચાએ જોર પક્ડયું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.