સોનુ ખરીદવાની ઉત્તમ તક, ભાવ ગયા નીચે, આજ જ ખરીદો સોનુ

કમજોર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. MCX પર સોનાનો ભાવ 0.24% ઘટીને 44,795 પ્રતિ 10 ગ્રામ થઇ ગયો છે. જ્યારે ચાંદી 0.5% ઘટીને 66,013 પ્રતિ કિલોગ્રામ થઇ ગઇ છે.

ગોલ્ડનો ભાવ 22 કેરેટ ગોલ્ડના 4,38,000 પ્રતિ 100 ગ્રામ અને 43,800 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ ગોલ્ડની કિંમત 44,795 પ્રતિ 10 ગ્રામ છે.

સર્રાફા બજારમાં આજે ચાંદી 66,013 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઇ હતી. જ્યારે સોમવારે ચાંદીના ભાવમાં 1.6%નો ઘટાડો નોંધાયો હતો.

અન્ય કિમતી ધાતુમાં ચાંદી 0.6% ઘટીને 26.61 ડૉલર અને પ્લેટિનમ 0.3%ના ઘટાડા સાથે 1,179.59 ડૉલર પર આવી ગયુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.