ધનતેરસના સમયે ભારતમાં સોનું અને ચાંદીની ખરીદી સૌથી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. એક અંદાજ અનુસાર આખા વર્ષમાં જેટલું સોનું અને ચાંદી ખરીદાય છે તેના 30 ટકા ખરીદી ઓક્ટોબરથી શરૂ થનારી તહેવારની સિઝનમાં થાય છે.
ધનતેરરસના સમયે ભારતમાં સોના અને ચાંદીની ખરીદી વધે છે
ધનતેરસના સમયે સોનું ફરી એક વાર 40,000ને પાર જઈ શકે છે. સાથે જ આ વર્ષે ચાંદીની કિંમતમાં પણ 48,500 રુપિયા પ્રતિ કિલો જઈ શકે છે. જો કે ઘરેલૂ માર્કેટમાં વધારે ડિમાન્ડ નથી પણ ઈન્ટરનેશનલ લેવલમાં સોના અને ચાંદીમાં વધતા રોકાણને લઈને બંનેના ભાવ પર દબાણ વધી રહ્યું છે. એક અંદાજ અનુસાર આખા વર્ષમાં જેટલું સોનું અને ચાંદી ખરીદાય છે તેના 30 ટકા ખરીદી ઓક્ટોબરથી શરૂ થનારી તહેવારની સિઝનમાં થાય છે.
ઇન્ટરનેશનલ રોકાણકારો સોના અને ચાંદીમાં કરી રહ્યા છે રોકાણ
મળતી માહિતી અનુસાર આખા વિશ્વની ઈકોનોમીમાં સ્લોડાઉનની વાત કરવામાં આવી રહી છે. જેના કારણે શેરમાર્કેટમાં અનિશ્ચિતતાનો માહોલ છે. એવામાં ઈન્ટરનેશનલ માર્કેટમાં રોકાણકારો સોના અને ચાંદી તરફ વળી રહ્યા છે. એક સમયે ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું 1000થી 1200 ડોલર પ્રતિ ઓસ(32 ગ્રામ)ની નીચે ગયું હતું પરંતુ આજે ફરી 1500 ડોલર પ્રતિ ઓસ ઉપર આવ્યું છે. ભારત પોતાની ખપતનો 90 ટકા વધારે સોનું ઈમ્પોર્ટ કરે છે. એવામાં સોનાની કિંમતને વધતી અટકાવવાનું મુશ્કેલ છે.
ધનતેરસના સમયે ફરી ઘરેલૂ માર્કેટમાં ડિમાન્ડ વધી શકે છે. તેનાથી સોનાની કિંમતમાં વધારો સ્વાભાવિક છે. હાલમાં જો સ્થિતિ કાયમ રહેશે તો શક્ય છે કે સોનું ફરીથી એકવખત રેકોર્ડ બનાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.