સોનુ સૂદ રાજકારણમાં કરશે પ્રવેશ જાણો કઈ પાર્ટીમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન..??

કોરોનાકાળમાં સેંકડો લોકોની મદદ કરીને લોકોનો રિયલ હીરો બની ગયેલ લોકપ્રિય અભિનેતા સોનુ સૂદ હવે રાજકીય સફરમાં પણ પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે અને આગામી 10 દિવસમાં સોનુ સૂદ પોતાની પાર્ટીની જાહેરાત કરશે જેની સોનુ સૂદે પોતે રાજકારણમાં આવવાની માહિતી આપી છે.

કેટલાય સમયથી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી કે સોનુ સૂદ 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં પીએમ મોદીની રેલીમાં હાજરી આપશે તો જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ વાતોમાં કોઈ સત્ય નથી અને તે માત્ર અફવાઓ છે. સોનુ સૂદ દ્વારા 4 જાન્યુઆરીએ જરૂરિયાતમંદ છોકરીઓ અને આશા વર્કરોને 1000 સાયકલનું વિતરણ પણ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, ઘણા સમયથી એક્ટર સોનુ સૂદની રાજકીય સફર શરૂ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે પરંતુ આજે સોનુ સૂદનું નિવેદન બહાર આવ્યા બાદ તે લગભગ નિશ્ચિત છે કે તે રાજકીય સફરમાં કૂદવા માટે તૈયાર છે અને સોનુ સૂદની બહેન માલવિકા પહેલા જ પંજાબ વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકી છે.

ગયા મહિને પણ સોનુ સૂદે ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરીને બહેન માલવિકાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને તે દરમિયાન સોનુ સૂદે પંજાબના વર્તમાન સીએમ ચરણજીત સિંહ ચન્ની સાથે પણ મુલાકાત કરી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.