સોનુ ઓક્સિજન સિલિન્ડરથી લઇને બેડ સુધી બધી જ મદદ કરી રહ્યાં છે. તેવામાં સોનુએ નિવેદન આપ્યુ છે કે એટલી મદદની રિકવેસ્ટ આવી રહી છે કે બધા પાસે પહોંચવુ અઘરુ બન્યુ છે.
⇒અભિનેતાએ હાલમાં જ એક ટ્વિટ કરી કે તેમને એક દિવસમાં એટલી રિકવેસ્ટ આવે છે કે બધા પાસે મદદ પહોંચાડવી અઘરી બની છે.
⇒સોનૂએ પોતાની ટ્વિટમાં કહ્યું કે કાલે મને લગભગ 41660 અપીલ મળી હતી. અમે અમારા તરફથી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ તે શક્ય નથી બની રહ્યું.
સોનૂની આ પોસ્ટ પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે અને લોકો તેની વાત સાથે સહમત પણ થઇ રહ્યાં છે. કેટલાક યુઝર્સ કમેન્ટ દ્વારા તેની સાથે પણ જોડાઇ રહ્યા છે અને કહે છે કે જો “આ સેવાકાર્યમાં તે સોનુ સાથે જોડાઇ શકે તો તેમના માટે સૌભાગ્યની વાત હશે”.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.