ફિલ્મ અભિનેતા સોનૂ સૂદને આ વર્ષના ગ્લોબલ એશિયન સેલિબ્રિટી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.કોરોના મહામારીના સમયગાળામાં જયારે લોકો લોકડાઉનમાં શ્રમિક પરિવારો વતન જવા માટે લાખોની સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા ત્યારે સોનૂએ તેમને વતન પહોંચાડવા માટે દિવસ રાત મહેનત કરી હતી.
ગ્લોબલ એશિયન સેલિબ્રિટીની સૂચીમાં અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપડા અને અરમાન મલિક જેવા મહાનુભાવો રેસમાં હતા, પણ સોનૂ તેમને પછાડીને પહેલી પસંદ બન્યા છે.
શ્રમિકોના આવવા જવાની વ્યવસ્થા તો સોનૂએ કરી ઉપરાંત વિદેશમાં ફસાયેલો લોકોની પણ સોનૂએ મદદ કરી હતી.દરેક વ્યકિત સોનુ પર મદદની આશા રાખીને બેઠા હતા. સોનૂએ શ્રમિકોને વતનમાં પહોંચાડવાની સહાયતા તો કરી જ, પરંતું તેમના બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાનું પણ ધ્યાન રાખ્યું. આ બધી બાબતો તેમના પક્ષમાં ગઇ છે અને આખરે તેમને ગ્લોબલ એશિયન સેલિબ્રિટી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
ગ્લોબલ એશિયન સેલિબ્રિટીઝે જે યાદી જાહેર કરી છે તેમાં સોનૂ સૂદ પહેલા નંબરે તે પછી લિલ્લી સિંહ,ચાર્લી, દેવ પટેલ, અરમાન મલિક, પ્રિયંકા ચોપડા,પ્રભાસ, મિંડી કાલિંગ, સુરભિ ચંદના અને કુમારી નાનજિયાની. ઉપરાંત ટોપ 50માં આયુષ્માન ખુરાના, દિલજીત દોસાંજ, શહનાઝ ગિલ, અમિતાભ બચ્ચન, પંકજ ત્રિપાઠી, મસાબા ગુપ્તા,ધ્વનિ ભાનુશાળી, હેલી શાહ અને અનુષ્કા શર્મા જેવા નામ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.