સોનું થયું મોંઘુ/દશેરા પહેલા સોનાના ભાવ વિશે જાણી ખરીદવાનું જ માંડી વાળશો

મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના પગલે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. દરમિયાન, બંધ બજારે સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી વિશ્વબજાર પાછળ ફરી વધી આવ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના શુક્રવારે ૧૫૦૪.૭૦ ડોલર થયા પછી ભાવ શુક્રવારે મોડી સાંજે ૧૪૯૮.૯૦ ડોલર થયા પછી ફરી વધી સપ્તાહના અંતે ૧૫૦૪.૫૦થી ૧૫૦૫ ડોલર રહ્યાના સમાચાર હતા. સોના પાછળ વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૧૭.૪૬ ડોલર રહ્યા પછી નીચામાં ભાવ ૧૭.૩૬ થઈ સપ્તાહના અંતે ફરી ઉંચકાઈ ૧૭.૫૪થી ૧૭.૫૫ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચેથી નીચો જતાં સોનામાં વૈશ્વિક બજારમાં ઘટાડે ફંડવાળા ફરી લેવા આવ્યાની ચર્ચા હતી.

મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૭૦.૮૮ વાળા આજે બંધ બજારે રૂ.૭૦.૮૨થી ૭૦.૮૩ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૮૧૧૬ વાળા રૂ.૩૭૯૫૦ સુધી ઉતરી આજે બંધ બજારે ફરી વધી રૂ.૩૮૦૫૦થી ૩૮૧૦૦ બોલાઈ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ ભાવ રૂ.૩૮૨૬૦ વાળા નીચામાં રૂ.૩૮૧૦૦ થયા પછી આજે બંધ બજારે રૂ.૩૮૨૦૦થી ૩૮૨૫૦ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.દરમિયાન, મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૫૧૨૫ વાળા  નીચામાં શુક્રવારે રાત્રે રૂ.૪૪૫૫૦થી ૪૪૬૦૦ થયા પછી આજે ભાવ ફરી ઉંચકાઈ રૂ.૪૫૧૦૦થી ૪૫૧૫૦ બોલાઈ રહ્યા હતા જ્યારે કેશમાં ભાવ આ ભાવથી આશરે રૂ.૬૫૦થી ૭૦૦ ઉંચા રહ્યા હતા.

 દરમિયાન, જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં સપ્તાહના અંતે પ્લેટીનમના ભાવ ૮૮૦થી ૮૮૦.૧૦ ડોલર તથા પેલેડીયમના ભાવ ૧૬૬૭.૪૦થી ૧૬૬૭.૫૦ ડોલર રહ્યા હતા. ક્રુડતેલના ભાવ બ્રેન્ટના બેરલના ૫૮.૮૭ ડોલર થઈ છેલ્લે ૫૮.૩૭ ડોલર તથા ન્યુયોર્કના ભાવ ૫૨.૯૯ થઈ છેલ્લે ૫૨.૮૧ ડોલર રહ્યા હતા. કોપરના ભાવ ન્યુયોર્ક વાયદાના છેલ્લે સપ્તાહના અંતે ૦.૩૫ ટકા પ્લસમાં બોલાઈ રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ રૂ.૭૦.૮૮ વાળા આજે બંધ બજારે રૂ.૭૦.૮૨થી  ૭૦.૭૩ રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.