સોનૂ સૂદની ઓટોબાયોગ્રાફી ડિસેમ્બર મહિનામાં પ્રકાશિત થશે

– અભિનેતાના આ પુસ્તકનું શિર્ષક ‘આઇ એમ’ નો મસીહા

સોનૂ સૂદએ થોડા સમય પહેલા જણાવ્યુ ંહતું કે તે પોતાના પર એક પુસ્તક લખી રહ્યો છે. હવે તેનીઓટોબાયોગ્રાફીનું શિર્ષક રિવીલ થઇ ગયું છે. આઇ એમ નોમસીહા તેના પુસ્તકનું નામ છે. આ પુસ્તક શર્સ્ટ પર્સનમાં લખવામાં આવશે. જેમાં તેને  પરપ્રાંતીયોને ઘર ભેગા કરવામાં મુશ્કેલીઓ પડી હતી તેનો પણ ઉલ્લેખ હશે.

સોનૂનું આ પુસ્તક હિંદી અને અંગ્રેજી ભાષામાં હશે. સોનેએ સોશિયલ મીડિયા પર આ પુસ્તકનું બુક કલર અને બાડી ડીટેલ શેર કરી છે. તેણે લખ્યું છે કે, આઇ એમ નો મસીહા,ડિસ્મ્બરમાં પ્રકાશિત થશે. આ મારી જિંદગીની કહાની છે. સાથે જ એ હજારો પ્રવાસી મજૂરોની પણ વાત છે. આ પુસ્તક પર સોનૂ સૂદ અને મીરા કે. અય્યર પણ વાંચવા મળે ે છે.

સોનૂએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, લોકો બહુ દયાળુ છે અને મને મસીહા કહે છે. પરંતુ સાચી વાત તો એ છે કે હું મસીહના નથી. મારું દિલ જે કહે છે એ જ હું કરું છું. એક માનવે બીજા માનવને મદદ કરવી જોઇએ એ આપણી જવાબદારી છે. હું ભગવાનનો આભાર માનું છું કે તેણે પરપ્રાંતીયોની મદદ માટે મને પસંદ કર્યો. આ દરમિયાન મને યુપી, બિહાર, ઝારખંડ, આસામ, ઉત્તરાખંડ અને અનેક રાજ્યોમાં મને ઘણા મિત્રો મળ્યા. લોકડાઉનમાં મને થયેલા અનુભવોનું વર્ણન મેં  આ પુસ્તકમાં કર્યું છે. જે મારા આત્મા સાથે જોડાઇ ગયા છે. તેથી મેં આ દિવસોને યાદગાર બનાવા માટે પુસ્તક લખવાનો ફેંસલો કર્યો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.