કોરોના કાળ અગાઉ સોનુ સૂદ(Sonu Sood) ચરિત્ર અભિનેતા કે વિલનના રોલ કરતો હતો પરંતુ હવે તેની લીડ રોલ મળવા લાગ્યા છે.
તેણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હવે મારી પ્રોફેશનલ લાઇફ બદલાઈ ગઈ છે અને મારી વિલનની ઇમેજમાં ફરક પડી ગયો છે. સોનુએ સિમ્બા, અરુંધતી અને રાજકુમાર જેવી ફિલ્મોમાં વિલનના રોલ કર્યા હતા.તેણે કહ્યું કે હવે મને હિરોના રોલ મળે છે.મને ચાર પાંચ મજબૂત સ્ક્રીપ્ટ મળી છે. આ નવી શરૂઆત છે, નવી પિચ છે. આ વાત રસપ્રદ બની રહેશે.
એક્ટર સોનુ સૂદે (Sonu Sood) આ વર્ષે કોરોના (Corona) અને ત્યાર બાદ લાદવામાં આવેલા લોકડાઉન (Lockdow)માં પ્રવાસી મજૂરો અને જરૂરતમંદો માટે એટલી મહેનત કરી છે અને તેમના માટે પરોપકારી કાર્યો કર્યા છે કે લોકો તેને ભગવાન માનવા લાગ્યા છે.
આ મદદનો સિલસિલો હજી પણ યથાવત જ છે. સોનુ લોકો માટે દેવદૂત બનીને સામે આવ્યો હોય તેમ ઘણાનું માનવું છે. તમામ લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે અને આ બાબતની તેની પ્રોફેશનલ લાઇફ પર પણ અસર પડી છે.
અગાઉ એક સિન એવો હતો જેમાં સોનુ સૂદ જમીન પર પડેલો છે અને ચિરંજીવી તેની ઉપર પગ રાખે છે પરંતુ આ સિન પણ બદલવો પડ્યો હતો. તેનું ફરીથી શૂટિંગ કરવું પડ્યું હતું. આ ઉપરાંત પણ એક તેલુગુ ફિલ્મમાં નવી ઇમેજને ધ્યાનમાં રાખીને સ્ક્રીપ્ટ બદલવી પડી હોવાનું સોનુએ ઉમેર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.