લોકડાઉનમાં બોલીવૂડના ઘણા સ્ટાર એવા છે જેમણે સમાજ તરફ અલગ અલગ રીતે મદદનો હાથ લંબાવ્યો છે.
હવે બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ અભિનેતા સોનુ સૂદની જેમ પરપ્રાંતીય મજૂરોને ઘરે મોકલવા માટે બસોની વ્યવસ્થા કરી છે.
અમિતાભ બચ્ચનની કંપની એબી કોર્પોરશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ યાદવ દ્વારા અમિતાભ બચ્ચન વતી જરુરિયાતમંદ લોકો માટે 10 બસોની વ્યવસ્થા કરાઈ છે.જે મુંબઈથી લોકોને યુપી લઈ જશે.આ બસો હાજી અલી જુ્યુસ સેન્ટરથી ઉપડશે.અમિતાભ બચ્ચન રોજ 4500 ફૂટ પેકેજ પણ વહેંચી રહ્યા છે.આ માટે તેઓ હાજી અલી ટ્ર્સ્ટ અને પીર મખદમ ટ્રસ્ટ સાથે મળીને કામ કરી રહ્યા છે.આ કામગીરી 28 માર્ચથી ચાલી રહી છે.
આ ફૂડ પેકેડ અરબ ગલી, વર્લી લોટસ, ધારાવી, હાજી અલી દરગાહ જેવા વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.અમિતાભે હોસ્પિટલો માટે 20000 પીપીઈ કિટ પણ મોકલી આપેલી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.