સોનુ સુદના થઈ રહેલા વખાણથી શિવસેના અકળાઈ, સોનુ પર કર્યો આવો કટાક્ષ

કોરોનાના કારણે લોકડાઉન વચ્ચે હજારો મજૂરોને ઘરે પહોંચાડવા માટે મદદ કરનાર બોલિવૂડ સ્ટાર સોનુ સુદના ચારે તરફથી થઈ રહેલા વખાણ શિવસેનાને પસંદ આવી રહ્યા નથી.

દેશમાં જ્યારે હજારો લોકો સોનુ સુદને  શાબાશી આપી રહ્યા છે ત્યારે શિવસેના પ્રવક્તા સંજય રાઉતે સોનુ સુદ પર કટાક્ષ કરતા સૌ કોઈ હેરાન છે. શિવસેનાના મુખપત્રમાં રાઉદે લખ્યુ છે કે, લોકડાઉન દરમિયાન સોનુ સુદ નામના એક નવા મહાત્મા સામે આવ્યા છે. કેવી રીતે આટલી ચાલાકીથી કોઈને મહાત્મા બનાવી દેવાય છે. એવુ કહેવાય છે કે, સોનુ સૂદે લાખો પ્રવાસી મજૂરોને ઘરે મોકલ્યા છે. મતલબ કે કેન્દ્ર અને રાજ્ય સરકારે કશું કર્યુ નથી. આ માટે મહારાષ્ટ્રના રાજ્યપાલે મહાત્મા સૂદને શાબાશી આપી છે.

દરમિયાન રાઉતના નિવેદનની ભાજપે ટીકા કરતા કહ્યુ છે કે, કોરોના સંકટમાં માનવતાના નાતે રસ્તા પર ઉતરીને મજૂરોની સહાયતા કરનારા સોનુ પર સંજય રાઉતનુ જે નિવેદન છે તે કમનસીબ છે. તેમની પોતાની સરકાર કોરોના સામે લડવામાં નાકામ સાબિત થઈ છે તે સચ્ચાઈ સોનુ પર આરોપ લગાવવાથી છુપાઈ શકવાની નથી.જે કામના વખાણ કરવા જોઈએ તેમાં પણ શિવસેના આરોપ મુકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.