લોકડાઉનના કારણે રઝળી પડેલા શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવા માટે મસીહા તરીકે ઉભરી આવેલા બોલીવૂડ સ્ટાર સોનુ સૂદની સોશ્યલ મીડિયામાં વાહવાહી થઈ રહી છે.
જોકે સોનુ સૂદ પર પણ હવે રાજકારણ પણ શરુ થઈ ચુક્યુ છે. પોતાની દોસ્ત નીતિ ગોયલ સાથે શ્રમજીવીઓને ઘરે પહોંચાડવા માટે બસોની વ્યવસ્થા કરનારા સોનુ સૂદ માટે યુપી કોંગ્રેસે કહ્યુ છે કે, સારુ છે કે, સોનુ મહારાષ્ટ્રમાં છે અને યુપીના લોકોની મદદ કરી રહ્યા છે. જો તેઓ યુપમાં હોત તો સરકાર પહેલા તેમની બસોને સ્કૂટર ગણાવતી, વાહનોની ફિટનેસના નામે વિઘ્ન નાંખતી અને પછી સોનુને જ જેલમાં નાંખી દેતી.
આ ટ્વિટ પર હવે સોશ્યલ મીડિયા પર લોકો જાત જાતના પ્રત્યાઘાત આપી રહ્યા છે. બીજી તરફ સોશ્યલ મીડિયામાં સોનુની ભારે ચર્ચા છે. લોકોએ તેમને સુપરહીરોનુ બિરુદ પણ આપી દીધુ છે.
સોનુએ પોતે પણ કહ્યુ છે કે, મને હજારોની સંખ્યામાં લોકોના મેસેજ આવી રહ્યા છે. મારાથી મજૂરોનુ દુખ જોવાયુ નહોતુ અને મેં તેમને ઘરે પહોંચાડવા માટે કોશિશ કરવાનુ નક્કી કર્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.