ઓસ્ટ્રેલિયાની એક માઇનિંગ કંપની એવી ટ્રેન બનાવવા જઈ રહી છે, જેમાં ઇંધણની જરૂરીયાત રહેશે નહીં. તેનું નામ છે ઈન્ફિનિટી ટ્રેન. આ તેના નામ પ્રમાણે જ અનંત સમય સુધી કોઈ પણ પારંપારિક ઇંધણ વગર ચાલે છે. એટલે કે, ડીઝલ, કોલસા જેવા ઇંધણનો ઉપયોગ થશે નહીં. તે માત્ર ધરતીની તાકતથી ચાલશે, એવી તાકત કે જે જલદી ખતમ ન થાય. તેના માટે કંપનીએ એક એડવાન્સ્ડ એન્જિનિયરીંગ ફર્મને પણ ખરીદી લીધી છે અને હવે આ એન્જિનિયરીંગ કંપની ટ્રેન બનાવવાનું કામ કરશે.
આ ટ્રેન બનવાથી એ ફાયદો થશે કે, પ્રદૂષણનું સ્તર ઓછું થશે. ઝીરો એમીશનની તરફ ઓસ્ટ્રેલિયા ઝડપથી આગળ વધી રહ્યું છે, સાથે જ લોખંડને ઓછી કિંમતમાં એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડી શકાશે, તે પણ વધુ માત્રામાં, પણ સમજવાની વાત એ છે કે, એવી કંઈ ઉર્જા છે અને જેનાથી આ ટ્રેન અનંત સમય સુધી ચાલશે? શું આ ટ્રેનને બનાવવી સરળ છે?
ઓસ્ટ્રેલિયન માઇનિંગ કંપની ફોર્ટેસ્ક્યુના એક વિલિયમ્સ એડવાન્સ્ડ એન્જિનિયરીંગ (WAE)ને હાલમાં જ ખરીદી છે. કંપનીનો ઉદ્દેશ્ય એ છે કે, તે એવી ટ્રેન બનાવે, જે એકથી બીજી જગ્યાએ જતા સમયે ચાર્જ થતી રહે, તેની ઉર્જા બેટરીમાં સુરક્ષિત રહે, પાછી આવતી સમયે ટ્રેન ફરીથી ચાર્જ થાય અને ઉર્જા બચી રહે. તેનાથી બેટરીની ઉર્જા ક્યારેય પણ ખતમ થશે નહીં.
આને ચાર્જ કરવા માટે ધરતીના ગુરુત્વાકર્ષણ શક્તિની સૌથી વધારે જરૂર રહેશે. કેમ કે, જ્યારે કોઈ 24 કોચની ટ્રેનમાં 34,404 ટન લોખંડ ભર્યું હશે, તો તેનું વજન પણ વધારે હશે, જ્યારે આ ટ્રેન સામાન ખાલી કરાવવા માટે પાછી આવશે, ત્યારે તેને ગ્રેવિટેશનલ ફોર્સથી ચાર્જ કરવામાં આવશે. ત્યારે ટ્રેનનું વજન ઓછું રહેશે. વજન ધરાવતી ટ્રેન પણ ગુરુત્વાકર્ષણ શક્તિથી જ પોતાની બેટરી ચાર્જ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.