સાઉદી અરેબિયાએ ઇફ્તાર પર પ્રતિબંધ મૂક્યા પછી હવે ઝકાતને લઈને જાહેર કર્યો નવો આદેશ

સાઉદી અરેબિયાની પ્રેસિડેન્સી ઑફ સ્ટેટ સિક્યોરિટીના પ્રવક્તાએ ચેતવણી ઉચ્ચારી છે કે જો કોઈ એનજીઓમાં રમઝાન મહિનામાં દાનમાં આપેલી રકમ જમા કરાવતા પકડાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે કેટલીક સંસ્થાઓ અને વ્યક્તિઓ જકાતની આડમાં નાગરિકો પાસેથી દાન એકત્ર કરી રહી છે, જેનો દુરુપયોગ થવાની શક્યતા છે.

પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયો છે. વિશ્વભરમાં ઇસ્લામ ધર્મનું પાલન કરનારા લોકો આ મહિનામાં ઝકાત એટલે કે દાન આપે છે. સાઉદી અરેબિયાની સરકારે આ દાનને લઈને કેટલીક કડક સૂચનાઓ જાહેર કરી છે. અગાઉ સાઉદી અરેબિયાએ રમઝાન માસ દરમિયાન મસ્જિદોમાં ઈફ્તાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયો છે. વિશ્વભરમાં ઇસ્લામ ધર્મનું પાલન કરનારા લોકો આ મહિનામાં ઝકાત એટલે કે દાન આપે છે. સાઉદી અરેબિયાની સરકારે આ દાનને લઈને કેટલીક કડક સૂચનાઓ જાહેર કરી છે. અગાઉ સાઉદી અરેબિયાએ રમઝાન માસ દરમિયાન મસ્જિદોમાં ઈફ્તાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

કેટલાક લોકો ઝકાતની આડમાં છેતરપિંડી કરી શકે છે”

પ્રેસિડેન્સી ઑફ સ્ટેટ સિક્યુરિટીના પ્રવક્તાએ એક્સ કે જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતુ હતુ તેના પર એક પોસ્ટ કરીને જણાવ્યું છે કે, રમઝાન દરમિયાન ધાર્મિક કાર્યને સુનિશ્ચિત કરવા અને આવકનો સ્ત્રોત વધારવા માટે અમે લોકોને સલાહ આપીએ છીએ કે વિદેશમાં આપવામાં આવતો ફાળો-દાન કિંગડમના અધિકૃત સ્ત્રોત અને સંસ્થાઓમાં જ જમા કરાવવો.

આ નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે કેટલીક સંસ્થાઓ અને વ્યક્તિઓ ઝકાતની આડમાં નાગરિકો પાસેથી દાન એકત્ર કરી રહ્યા છે, જેનો દુરુપયોગ થવાની શક્યતા છે. નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે નાગરિકો સાઉદીની બહાર દાન આપવા માંગે છે તેમના માટે એકમાત્ર સંસ્થા કેએસ રિલીફ (કિંગ સલમાન માનવતાવાદી સહાય

જાહેર નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સૂચનાઓનું ઉલ્લંઘન કરનારા દાતાઓને રાજ્યના કાયદા અનુસાર જવાબદાર ગણવામાં આવશે.

કયા દેશોમાં સાઉદી નાગરિકો દાન કરે છે?

વિશ્વભરના ગરીબ દેશો માટે સાઉદી અરેબિયામાંથી દાન લેવામાં આવે છે. રમઝાન મહિના દરમિયાન, સાઉદી સરકાર અને તેના નાગરિકો ગરીબ દેશોને અબજો રૂપિયાની સહાય મોકલે છે. સાઉદી પાસેથી મદદ લઈ રહેલા દેશોમાં પેલેસ્ટાઈન, સુદાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન વગેરેનો સમાવેશ થાય છે. સાઉદી સરકારે વિશ્વભરમાં મદદ પૂરી પાડવા માટે 2015 માં KS રાહત કેન્દ્રની સ્થાપના કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.