ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ,સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ પડે તેવી સેવાઈ શક્યતાઓ

કેરળના દરિયાકાંઠે અને તેની આસપાસના વિસ્તારો દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર વાદળો બંધાવાનું શરૂ થઈ ગયું છે જે બાદ દેશ અને રાજ્યમાં ચોમાસાની સિઝન બેસશે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ રહેશે.તેમજ ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, સુરત, તાપી, પંચમહાલમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સાથે જ સૌરાષ્ટ્રના મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગઈ કાલે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદનું વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અંદાજીત એક કલાકમાં બે ઈંસ વરસાદ ખાબક્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે.

વૃક્ષો ધારાશાયી થયા છે અને વિસ્તારોમાં વીજ પૂરવઠો પણ ખોરવાયો છે. મહત્વનું છે કે શહેરમાં વરસાદ પડતાની સાથે અંડરપાસમાં પાણી ભરાઈ જતું હોય છે ત્યારે અંડરપાસનું પણ સીસીટીવી દ્વારા મોનિટરીંગ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેર સહિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં પણ વરસાદની અસર જોવા મળી હતી વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખૂશી જોવા મળી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.