સાઉથના એક્શન સ્ટાર રામ ચરણનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, ટ્વિટર પર આપી જાણકારી

– ગેટ વેલ સૂન, ફેન્સે સોશ્યલ મિડિયા પર કહ્યું

– એના પિતા ચિરંજીવી પણ સુપર સ્ટાર રહી ચૂક્યા છે

સાઉથના સુપર સ્ટાર રામ ચરણ કોરોના સંક્રમિત થયો હોવાની જાણકારી મળી હતી. સાઉથના સુપર સ્ટાર ગણાતા ચિરંજીવીનો પુત્ર રામ ચરણ અત્યારે સ્વેચ્છાએ આઇસોલેટ થયો હતો.

ખુદ રામ ચરણે ટ્વીટર પર લખ્યું હતું કે કોરોના પોઝિટિવ થયો છું. મેં ત્વરિત સારવાર શરૂ કરાવી દીધી હતી અને હું અત્યારે આઇસોલેટ થયો છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને હું કોરોના ટેસ્ટ કરાવી લેવાની વિનંતી કરું છું.

રામ ચરણની આ ટ્વીટ જોયા પછી એના હજારો ચાહકોએ એને ગેટ વેલ સૂનનો વળતો સંદેશો મોકલ્યો હતો. હાલ રામ ચરણ બાહુબલિ ફેમ ફિલ્મ સર્જક રાજામૌલીની નવી ફિલ્મ આરઆરઆરના શૂટિંગમાં બીઝી છે. અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર બનાવનારી ફિલ્મ જંજિરની સાઉથની રિમેકમાં રામ ચરણે મુખ્ય રોલ કર્યો હતો. જો કે એ ફિલ્મ બહુ સારો બિઝનેસ કરી શકી નહોતી પરંતુ રામ ચરણના અભિનયના  વખાણ થા હતા. એણે તેલુગુ ફિલ્મ ચિરુતાથી અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. હાલ એનો ખાસ્સો મોટો ફેન વર્ગ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.