સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર અજિત કુમાર ટૂંક સમયમાં ફિલ્મ ‘વાલીમાઈ’ માં જોવા મળશે. અને આ ફિલ્મમાં અજિત કુમારની શાનદાર એક્ટિંગની સાથે એક્શન અને થ્રિલર પણ ભરપૂર પ્રમાણમાં જોવા મળશે. દર્શકો પણ ઘણા સમયથી અજીત કુમારની આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ખાસ વાત એ છે કે હવે આ રાહનો અંત થવા જઈ રહ્યો છે અને અજિત કુમારની ફિલ્મ ‘વાલીમાઈ’ એ રિલીઝ પહેલા જ ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અજિત કુમારે બનાવેલો રેકોર્ડ તોડ્યો છે.
હકીકતમાં અજિત કુમારની ફિલ્મ ‘વાલીમાઈ’ના થિયેટ્રિકલ રાઇટ્સ વૈશ્વિક સ્તરે કુલ 96 કરોડ રૂપિયામાં વેચાયા છે. અને આવી સ્થિતિમાં ફિલ્મે તેની રિલીઝ પહેલા જ વૈશ્વિક સ્તરે 96 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. આ આંકડા સાથે અજિત કુમારની ‘વાલીમાઈ’એ તેમની 2017ની ફિલ્મ ‘વિવેગમ’નો રેકોર્ડ તોડી નાખ્યો છે જેણે 85 કરોડ રૂપિયામાં થિયેટ્રિકલ રાઇટ્સ વેચ્યા હતા.
અજિત કુમારના વાલીમાઈના થિયેટર રાઈટ્સ તમિલનાડુમાં રૂ. 64.50 કરોડ, આંધ્રપ્રદેશ/તેલંગાણામાં રૂ. 2.50 કરોડ, કર્ણાટકમાં રૂ. 4 કરોડ, કેરળમાં રૂ. 2.50 કરોડ અને ઉત્તર ભારતમાં રૂ. 2.50 કરોડમાં વેચાયા હતા. ફિલ્મના થિયેટ્રિકલ રાઇટ્સ વિદેશમાં કુલ રૂ. 20 કરોડમાં વેચાયા છે, અને તેથી ફિલ્મે તેની રિલીઝ પહેલા જ લગભગ રૂ. 96 કરોડની કમાણી કરી લીધી છે.
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર અજિત કુમારની ફિલ્મ વાલીમાઈ થિયેટ્રિકલ રાઇટ્સ સિવાય સેટેલાઇટ, ડિજિટલ પ્લેટફોર્મ અને મ્યુઝિક દ્વારા લગભગ 60 કરોડ રૂપિયા વધુ કમાણી કરી શકે છે. તેના દ્વારા અજીત કુમારની ફિલ્મ રિલીઝ પહેલા જ 155 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ‘વાલીમાઈ’ પહેલા પોંગલ પર રિલીઝ થવાની હતી. પરંતુ ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે ફિલ્મની રિલીઝમાં મોડું થયું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.