મહાકુંભ 2021ની અવધિ ઘટી છે, કોરોનાનો જોખમ, બહારથી આવનારા શ્રદ્ધાળુઓ માટે સખત ગાઈડલાઇન્સ. આ બધા કારણોના લીધે આ વખતે હરિદ્વારમાં થઈ રહેલા કુંભને અત્યાર સુધી એવું રૂપ આપવામાં આવી શક્યું નથી, જેની પહેલા આશા વ્યક્ત કરવામાં આવી હતી.
તેને પ્રયાગરાજમાં વર્ષ 2019મા સંપન્ન થયેલા કુંભના આધારે જ રેકોર્ડ સફળ બનાવવાનો ઇરાદો હતો, પરંતુ બુધવારે ભવ્યતાની એક ઝલક અહીં જોવા મળી.
મહાકુંભ હરિદ્વારની વિશેષતાઓમાં બુધવારે સુરક્ષા બળોના જવાનો તરફથી કરવામાં આવેલો પ્રયાસ પણ જોડાઈ ગયો. અહીં ગૌરી શંકર પાર્કિંગ સ્થળ પર 5077 જવાનોએ એકત્ર થઈને માનવ શૃંખલા વડે માસ્કની આકૃતિ બનાવી હતી. તેમાં કુંભ મેળા પોલીસ, SDRF, ઉત્તરાખંડ પોલીસ, PAC, ATC ઉત્તરાખંડ, UP PAC, રાજસ્થાન હોમગર્ડ, CRPF, ITBP, CISF, BSF, NSG અને SSBના જવાનોએ ભાગ લીધો હતો.
આ આકૃતિને બનાવવા પાછળ ‘સુગમ કુંભ અને સુરક્ષિત કુંભ’ના નારાને લોકો સુધી પહોંચાડવાનું ઉદ્દેશ્ય હતું. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સે આ ઉપલબ્ધીને ભારતમાં માણસોથી બનેલા માસ્કની સૌથી મોટી આકૃતિના રૂપમાં માન્યતા આપી છે. આયોજકોને તેનું મેડલ પણ આપવામાં આવ્યું હતું
સંજય ગુંજ્યાલે આ અવસર પર કહ્યું હતું કે રેકોર્ડ બનાવવાનું મોટું તથ્ય નથી, રેકોર્ડ બનીને તૂટતા હોય છે, પરંતુ આખી દુનિયા જ્યારે કોરોના સંકટમાંથી પસાર થઈ રહી છે તો એવામાં માસ્કની અનિવાર્યતા જોતાં આ સંદેશ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તેને દરેક શ્રદ્ધાળુ અને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું ઉદ્દેશ્ય હતું. કાર્યક્રમ દરમિયાન ગીતા મનીષી સ્વામી જ્ઞાનાનંદ મહારાજ, અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ મહારાજ, મહામંડલેશ્વર સ્વામી પ્રખર મહારાજ, સ્વામી ગીરિશાનંદ મહારાજ, સેન્થિલ અબુદઈ કૃષ્ણરાજ એસ. , જનમેજય ખંડૂડી (વરિષ્ઠ પોલીસ અધિક્ષક કુંભ) પણ ઉપસ્થિત રહ્યા હતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.