સુપ્રીમ કોર્ટ દ્વારા છેતરપિંડીના કેસમાં જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન આજ રોજ સીતાપુરથી જેલમાંથી બહાર આવી ગયા છે. 27 મહિનાથી જેલમાં રહેલા આઝમ ખાનને ગુરુવારે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન મંજૂર થયા બાદ ગઈ કાલે રામપુરની એક વિશેષ અદાલતે આઝમ ખાનની મુક્તિ માટે સીતાપુર જેલ પ્રશાસનને પત્ર મોકલ્યો હતો.અને બીજી તરફ આઝમ ખાનની મુક્તિ દરમિયાન સીતાપુર જેલની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, આઝમ ખાન સીતાપુરથી સીધા રામપુર જશે.
આ સાથે આઝમ ખાનની મુક્તિ પર શિવપાલ સિંહ યાદવે કહ્યું કે, અમે લોકો સમાજવાદી છીએ. મુલાયમ સિંહ યાદવે અમને શીખવ્યું છે કે, આપણે સુખ-દુઃખમાં સાથ આપીએ.અને આ સાથે જ્યારે એમ પૂછવામાં આવ્યું કે શું અખિલેશ યાદવ આઝમ ખાનને મળશે કે નહીં, તો PSP નેતાએ કહ્યું કે અખિલેશને પૂછો.
આ સાથે આઝમ ખાનને લેવા માટે પ્રસપા નેતા શિવપાલ સિંહ યાદવ, સપા ધારાસભ્ય અને તેમના પુત્રો અબ્દુલ્લા આઝમ અને આશુ મલિક સીતાપુર જેલ પહોંચ્યા છે. બિલારીના સપા ધારાસભ્ય મોહમ્મદ ફહીમ પણ અબ્દુલ્લા આઝમની સાથે પહોંચ્યા હતા અને આ સાથે જ પિતાની મુક્તિ પર તેમના પુત્ર અબ્દુલ્લા આઝમે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ન્યાય આપ્યો છે.
તમને જણાવી દઇએ કે, આઝમ ખાન ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં જમીન હડપવા સહિત અન્ય ઘણાં કેસને લઇને જેલમાં બંધ હતા. તેઓની સામે લગભગ 90 કેસ નોંધાયેલા છે. તેઓને 88 કેસમાં જામીન મળી ચૂક્યાં છે અને તેઓ ફેબ્રુઆરી 2020 થી જેલમાં હતાં. તેમની મુક્તિ પહેલાં સીતાપુર જેલની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.