જેલમાં બંધ સપા નેતા આઝમ ખાનને મોટો ઝટકો લાગ્યો છે. તેઓ આજે વિધાનસભામાં જઈને ધારાસભ્ય પદના શપથ લઈ શકશે નહીં. વાસ્તવમાં, કોર્ટે જેલ પ્રશાસનની તે માંગને ફગાવી દીધી છે,અને જેમાં આઝમ ખાનને શપથ માટે વિધાનસભામાં જવાની મંજૂરી માંગવામાં આવી હતી.
અખિલેશ યાદવની સાથે સપાના નેતા આઝમ ખાને પણ તાજેતરમાં જ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.અને તેઓ રામપુરથી લોકસભા સાંસદ હતા. જો કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ રામપુર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતર્યા હતા. તેમણે આ સીટ પર ફરી જીત મેળવી છે.અને આઝમ ખાને વિધાનસભામાં જ રહેવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં તેમણે લોકસભામાંથી રાજીનામું આપી દીધું હતું.
યુપી વિધાનસભામાં નવા ધારાસભ્યોના શપથ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિત તમામ ધારાસભ્યોએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. બાકીના ધારાસભ્યો આજે શપથ લીધા છે.
આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાન અને મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારીએ ધારાસભ્ય તરીકે શપથ લીધા છે.અને અબ્દુલ્લા આઝમ ખાન રામપુરની સ્વાર બેઠક પરથી જીત્યા છે. જ્યારે મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારી મૌ સદર બેઠક પરથી ધારાસભ્ય છે.
બીજી તરફ અબ્બાસ અંસારીને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે.અને અલાહાબાદ હાઈકોર્ટે અબ્બાસ અન્સારીની ધરપકડ પર રોક લગાવી દીધી છે. કોર્ટે ચૂંટણી પંચ અને યુપી સરકારને 27 એપ્રિલ સુધીમાં જવાબ આપવા કહ્યું છે. ખરેખર, અબ્બાસ અન્સારી પર ચૂંટણી પ્રચાર દરમિયાન અધિકારીઓને ધમકાવવાનો આરોપ હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.