સપા નેતાએ યોગી આદિત્યનાથ પર એવું નિવેદન આપ્યું કે તેના પેટ્રોલ પંપ પર બુલડોઝર ફર્યું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુખ્યમંત્રી તરીકેની બીજી ઇનિંગ્સ શરૂ થઇ ગઇ છે અને વિધાનસભાની ચુટણી વખતે આડા તેડા થનારા અને એલફેલ બોલનારા નેતાઓ પર હવે બુલડોઝર ફરવાના શરૂ થઇ ગયા છે.અને ભાજપ છોડીને સપામાં ગયેલા એક નેતાની ઓફીસ પર તાજેતરમાં બોલડોઝર ફર્યું હતું. હવે એક સમાજવાદી પાર્ટીના નેતાનું પેટ્રોલ પંપ નિશાના પર આવી ગયું છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપવા બદવ સપાના ધારાસભ્ય શહજિલ ઇસ્લામના સીબીગંજમાં આવેલા પેટ્રોલ પંપ પર બરેલી ડેવલપમેન્ટ ઓથોરિટી (BDA)એ બુલડોઝર ફેરવી દીધું છે.BDAનો આરોપ છે કે નકશો પાસ કર્યા વગર જ પેટ્રોલ પંપ બનાવી દેવામાં આવ્યું હતું. BDAએ શહજિલના પેટ્રોલ પંપ પર કાર્યવાહી કરી ત્યારે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસની સાથે પીએસીના જવાનો પણ હાજર હતા.અને અધિકારીઓને જમીન સીલિંગ કરી હોવાની પણ જાણકારી મળી છે જેની તપાસ થઇ રહી છે.

સીલિંગ જમીન એ રાજા- મહારાજાઓ અથવા જમીનદારો પાસેથી મેળવેલી જમીન છે, જે શાસન હેઠળ રહે છે અને જેની લીઝ જરૂરિયાત મંદોને આપવામાં આવે છે જેથી તેઓ તેના પર ખેતી કરી શકે. આ જમીન વેચી શકાતી નથી અને તેની પર કોઇ ઇમારત બનાવી શકાતી નથી કે કોઇ પણ પ્રકારનો ધંધો કરી શકાતો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.