arપોલીસવડા સંજય ખરાત સુધી કોન્સટેબલનો વિડીયો, ઓડિયો પહોંચતા તાબડતોડ કર્યો સસ્પેન્ડ
અરવલ્લી જીલ્લામાં વહીવટદારોની બોલબાલા..!! જીલ્લામાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મીઓ બુટલેગરો સાથેની ભાઈબંધીમાં સસ્પેન્ડ થઇ ચુક્યા છે
રાજસ્થાનને અડીને આવેલ અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ રાજ્યમાં ઠલવાઈ રહ્યો છે વિદેશી દારૂની બદી અટકાવવાની જેના માથે જવાબદારી છે તે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દારૂના નફામાં થતા બમણા નફાની લાલચમાં બુટલેગરના વહીવટદાર બની જતા હોવાની સાથે બુટલેગરોની ચાલતી લાઈનને સુરક્ષા પણ પુરી પાડતા હોય છે ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો સંજય રમણભાઈ નામના પોલીસકર્મીને બુટલેગર સાથેની ભાઈબંધી ભારે પડી છે બુટલેગર સાથે વિદેશી દારૂ ભરેલી કાર કઢાવવાનો સોદો કરતા વિડીયો અને ઓડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જીલ્લા પોલીસવડા સંજય ખરાતે સસ્પેન્ડ કરતા ઈમાનદાર અધિકારીઓ અને કર્મચારીઓમાં આનંદ છવાયો છે.
ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો સંજય નામનો કોન્સટેબલ વડથલી આઉટ પોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર પસાર થવા દેવા પચાસ હજાર રૂપિયાની લેવડ-દેવડ બુટલેગર સાથે નક્કી કરતો ઓડિયો અને વિડીયો સોશ્યલ મીડિયાના માધ્યમથી જીલ્લા પોલીસવડા સંજય ખરાત સુધી પહોંચતા પોલીસકર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો છે અને આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.